હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત વનવિભાગનાં મેનેજમેન્ટ પ્લાન બાબત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ટીમ સેવ લાયન દ્વારા PIL કરાઈ હતી. જેની સુનાવણી 07 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
રિટાયર્ડ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડી.એમ.નાયક, સેવ લાયન સંસ્થાનાં વડા મયંક ભટ્ટ અને પ્રખ્યાત સિહપ્રેમી રમેશ રાવળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનાં પ્રકૃતિપ્રેમીઓનાં મત પ્રમાણે ગીરનાં ઈતિહાસની સૌથી મોટી PIL હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગીર મેનેજમેન્ટ પ્લાનને બદલે એડહોક કાર્યપધ્ધતિથી ચાલે છે:
PIL બાબતની વધારે જાણકારી આપતાં મયંક ભટ્ટ જણાવે છે કે, હાલમાં વનવિભાગ તથા સરકાર જે મુજબ સિંહ અને ગીર અંગે જે કાર્યપધ્ધતિ અપનાવવામાં આવી રહી છે, તે ગીર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે નહીં પણ એડહોક કાર્યપધ્ધતિથી ચાલી રહ્યું છે. જેને લીધે હાલમાં એશિયાઈ સિંહની સ્તિથી કફોડી બની ગઈ છે તો ગીરનું નિકંદન નીકળી રહ્યું છે. જેમાં તાત્કાલિક બદલાવ લાવીને ગીર મેનેજમેન્ટનો સુવ્યવસ્થિત અમલ થવો જ જોઈએ.
15 વર્ષનો સટીક અભ્યાસ કરી મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં માંગ:
પોતાનું સમગ્ર જીવન વનવિભાગને સમર્પિત કરનાર રિટાયર્ડ ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન ડી.એમ.નાયક જણાવે છે કે, વન્યજીવ તથા વન સંરક્ષણ માટે હંમેશા આગામી 15 વર્ષની હાલતનો અભ્યાસ કરીને મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઇએ.
જેને કારણે વન્યજીવો તથા વનોનું સંરક્ષણ, સંવર્ધન થઈ શકે છે. આની સાથે જ ટોલરન્સ લિમિટ નક્કી થવી જ જોઈએ, જેને કારણે વન્યજીવ તથા માનવી વચ્ચેનું ઘર્ષણ અટકાવી શકાય. જે હાલની સ્થિતિને જોતા બિલકુલ યોગ્ય છે કે, જેમાં માનવી તથા વન્યજીવ બન્નેની માટે ટોલરન્સ લિમિટ નક્કી કરવી જોઈએ.
દિનપ્રતિદિન ગીર અને સિંહની હાલત વધુ કફોડી બની:
કેટલાંક વર્ષોથી ગીર તથા સિંહની ખુબ પાસે રહેતાં સિંહપ્રેમી રમેશ રાવલ જણાવતાં કહે છે કે, દિનપ્રતિદિન ગીર તથા સિંહની હાલત વધુ કફોડી બની રહી છે. જંગલ વિસ્તારમાં વધારો થતો નથી તેમજ સિંહોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જંગલમાં સિંહોની માટે ખોરાકની અછત રહેલી છે. તે જોતાં જંગલ વિસ્તારમાં વધારો કરી દેવો જોઈએ.
સિંહ તથા ગીરને નામદાર હાઇકોર્ટ અભયદાન આપે: અરજીકર્તા
કેટલાંક મુદ્દા આ PIL નો સમાવેશ કરવામાં આવ્યો છે. PILનો મુખ્ય વિષય મેનેજમેન્ટ પ્લાન છે. જેને લઈ સમગ્ર ગુજરાતનાં પર્યાવરણ પ્રેમીઓ હાઇકોર્ટની આજની સુનાવણીની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આની સાથે વિનંતી પણ કરવામાં આવી રહી છે.
નામદાર હાઇકોર્ટ આ ગીરનાં ઇતિહાસની સૌથી મોટી PIL હોવાને કારણે તેની સુનાવણીઓ માટે વધુ મુદત ન પાડવામાં આવે. સિંહ તથા ગીરને નામદાર હાઇકોર્ટ અભયદાન આપે. હાલમાં નામદાર હાઇકોર્ટની આજની સુનાવણી પર તમામ પર્યાવરણ પ્રેમીઓ નજર રાખીને બેઠા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle