મિત્રની યાદમાં મિત્ર કરી રહ્યો છે ‘માનવતાનું કાર્ય’- 20 વર્ષ પહેલાં પતંગની દોરીથી દોસ્તનું મોત થતા સેફ્ટી બેલ્ટ વહેંચીને કરે છે સેવા

સુરત(Surat): ઉત્તરાયણ(Uttarayan 2023) આવતાની સાથે જ ઘાતક પતંગની દોરીથી અનેક લોકોના જીવ જતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે અથવા તો આપણે સૌ કોઈ માધ્યમથી જાણતા હોઈએ છીએ. જો વાત કરવામાં આવે તો દર વર્ષે રાજ્યભરની અંદર પતંગના દોરીથી ગળું કપાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે 20 વર્ષ પહેલા ઓવરબ્રિજ પરથી પસાર થતાં મિત્રનું ગળું કપાઈ જતાં નિધન થયું હતું અને પછી તેનો મિત્ર બીજા કોઈ સાથે આવું ન થાય તે માટે માનવતાનું કાર્ય કરી રહ્યો છે. બ્રિજેશ વર્મા જણાવતા કહે છે કે, આજે મિત્રની માતાની આંખના આંસૂ હજુ પણ સૂકાયા નથી. તેથી અન્ય કોઈને પોતાનો મિત્ર કે દીકરો કે ભાઈ ન ગૂમાવવો પડે તે માટે દર વર્ષે ઉતરાયણ પહેલાથી લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનું કામ કરી રહ્યો છું.

મહત્વનું છે કે, વર્ષ 2003માં સુરતના પરવત પાટીયા(Parvat Patiya) વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં રહેતા કૃપાલસિંહ ચૌહાણ પતંગની દોરીને કારણે અકસ્માતના ભોગ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, રીંગરોડ ઉપર બનાવવામાં આવેલા ફ્લાય ઉપરથી તેઓ પોતાના મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન એકા એક જ પતંગનો દોરો તેમના ગળા ઉપર ફરી વળ્યો હતો અને જેને લીધે ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેઓએ પોતાના વાહન ઉપરથી કાબૂ ગૂમાવતા રોડ ઉપર પડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દોરો તેના ગળાના ભાગે આવતાની સાથે જ તે રોંગ સાઈડ ઉપર પટકાયો હતો અને સામેથી આવતી કાર સાથે પણ તેની જોરદાર ટક્કર થઈ ગઈ હતી.

મોટર સાયકલ ઉપર પસાર થતા સમયે કૃપાલસિંહને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઈજા ખૂબ જ ગંભીર હોવાને લીધે તેમનું સારવાર દરમિયાન જ કરુણ મોત નીપજ્યું હતું. પતંગની દોરીના લીધે ગળાના ભાગે પણ ગંભીર ઈજા થઈ હોવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જયારે માતા પિતા એ પોતાનો દીકરો ગૂમાવ્યો અને બહેને પોતાના ભાઈને ગૂમાવ્યો હતો. આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે, જેમાં પતંગના દોરાના કારણે ઘણાને સ્વજન ગૂમાવવાનો વખત આવતો હોય છે.

રોડ સેફ્ટી કાઉન્સિલના પ્રમુખ બ્રિજેશ વર્માએ જણાવતા કહ્યું કે, હું સમય અંતરે મારા મિત્રના ઘરે જતો હતો. જેથી તેના પરિવારના તમામ લોકો મારા પરિચયમાં હતા. મિત્રને ગુમાવવાનું દુઃખ મને હતું જેથી હું જ્યારે પણ તેના ઘરે જતો ત્યારે તેની માના આંખમાં રહેલા આંસૂ જોઇને મને પણ દુઃખ થતું હતું. અજ સુધી પણ એ દિવસ મને યાદ છે અને તેની માતાનું રુદન અને આક્રંદ આજે પણ મારા કાનમાં ભણકારાની જેમ વાગ્યા કરે છે. એટલા માટે મેં નક્કી કર્યું હતું કે, હવે હું રોડ સેફ્ટી માટે કામ કરીશ અને પતંગના દોરાથી એક પણ વાહન ચાલકનો જીવ બચાવી શકું તો મારા આ કાર્યને સફળ માનીશ. શહેરમાં દર મકરસંક્રાંતિએ હજારો સેફ્ટી બેલ્ટનું વિતરણ જુદી જુદી NGO સાથે મળીને કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *