સાહેબ મને મારા છોકરાથી બચાવો, મને ખૂબ જ પરેશાન કરે છે. આજે તો એણે મને બે લાફા મારીને ક્રિકેટના બેટ થી પણ મારી પીટાઇ કરી હતી. વસ્ત્રાપુરના રહેવાસી દંપતિ રોતા રોતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને પોલીસ સ્ટેશન પહોંચીને પોતાના જ પુત્રને વિરોધ ફરિયાદ નોંધાવી હતી. આ વૃદ્ધ પિતાની ફરિયાદના કારણે પોલીસે યુવાન પુત્રને ગિરફ્તાર કર્યો છે.
બેરોજગાર હતો પુત્ર.
વસ્ત્રાપુર ના નેહરૂપાર્ક પાસે આવેલ નીતિ અપાર્ટમેન્ટમાં રહેવા વાળા યોગેશભાઈ મોદી જેની ઉંમર ૬૬ વર્ષ છે.યોગેશભાઈ મોદી પત્ની હર્ષિતા બેન,પુત્ર જીગર,પુત્રવધુ અને પૌત્ર ની સાથે એક જ ઘરમાં રહે છે. યોગેશભાઈ મોદી કરિયાણાની દુકાન ચલાવે છે. જ્યારે તેના પુત્ર જીગર કોઈ કામ કરી રહ્યો નથી. અને માતા-પિતા ને પરેશાન કરી રહ્યો છે. બુધવારના રોજ રાત્રે પિતા પાસેથી રૂપિયા માંગ્યા હતા. પિતાએ રૂપિયા દેવાની ના પાડી તો પિતા સાથે ઝગડવા લાગ્યો હતો.
પિતાએ રૂપિયા આપવા માટે ના પાડી તો પુત્ર એ બે લાફા પિતા ને મારી અને ત્યારબાદ ક્રિકેટના બેટ વડે પિતા ને મારવા લાગ્યો. આ ઘટનામાં હર્ષિતા બહેન યોગેશ ભાઈ ની વચ્ચે આવીને યોગેશભાઈ ને બચાવી લીધા. અને ત્યાર પછી જીગર પોતાના માતા-પિતા અને અપશબ્દો આપવા લાગ્યો. અને હર્ષિતા બહેન યોગેશભાઈ ને ત્યાંથી ચાલ્યા ગયા.
હર્ષિતા બહેન અને યોગેશભાઈ બંને પોતાની બેડરૂમમાં જઈને પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના વિશે જાણ કરી. ક્રિષ્ના મળતાની સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માંથી પોલીસ ઘરે આવીને જીગર ને ગિરફતાર કરી લીધો. અને હાલમાં પોલીસ દ્વારા જીગરને પૂછપરછ કરવામાં આવી રહી છે. અને જીગર ઉપર ત્યાર પછી કાર્યવાહી કરવામાં આવશે.