જો તમે પણ તમારી દિકરીના ભણતર, કરિયર અને લગ્ન માટે અત્યારથી રોકાણ કરી રહ્યા છો તો સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના સારો વિકલ્પ છે. આ યોજના હેઠળ વાર્ષિક 12,000 રૂપિયા જમા કરાવીને લગભગ 5 લાખ રૂપિયા મેળવી શકો છો. એટલેકે, તમે રોજનાં લગભગ 35 રૂપિયા બચાવીને પુત્રી માટે 5 લાખનું ફંડ એકત્ર કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 14 વર્ષ સુધી પૈસા રોકાણ કરવાના હોય છે. ચાલો જાણીએ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે
10 વર્ષથી નાની ઉંમરની પુત્રી માટે ખાતું ખોલી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, કોઈપણ વ્યક્તિ 10 વર્ષથી ઓછી ઉંમરની પુત્રીઓ માટે બેંક અને પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલી શકે છે. 1 જાન્યુઆરી, 2019 થી, આ યોજનામાં વાર્ષિક 8.5% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. કોઈ પણ આ યોજનામાં રોકાણ કરવા માટે 80 સી હેઠળ કર મુક્તિ મેળવી શકે છે. યોજના પૂર્ણ થવા પર, આખું ભંડોળ તે છોકરીને આપવામાં આવશે, જેના નામ પર આ ખાતું ખોલવામાં આવ્યું છે.
માત્ર 250 રૂપિયાથી શરૂ કરી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં, વાર્ષિક 250 રૂપિયાની ઓછામાં ઓછી થાપણ જમા કરાવી શકો છો. અગાઉ તે વાર્ષિક રૂ. 1000 નું ફરજિયાત રોકાણ હતું. યોજના હેઠળ વાર્ષિક મહત્તમ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
તમને 21 વર્ષ પછી પૈસા મળશે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાના દિવસથી 14 વર્ષ પૂર્ણ થવા સુધી રોકાણ કરવાનું રહે છે. પરંતુ આ એકાઉન્ટ 21 વર્ષ પૂરા થવા પર પરિપક્વ થાય છે. ખાતાના 14 વર્ષ પૂરા થયા પછી, 21 વર્ષ સુધી તે સમયે નિશ્ચિત કરેલાં વ્યાજના દર અનુસાર ખાતામાં પૈસા ઉમેરવાનું ચાલુ રહેશે.
1000 જમા કરાવવા પર મળશે લગભગ 5 લાખ રૂપિયા
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 20,000 રૂપિયા જમા કરાવવા પર 14 વર્ષ સુધી વાર્ષિક 2,80,000 રૂપિયા જમા થશે. અને 21 વર્ષ બાદ મેચ્યોર થવા પર 9,36,429 લાખ મળશે એટલેકે 10 લાખનું ફંડ બની જશે. જ્યારે રોજનાં 35 રૂપિયા એટલેકે મહિનાનાં 1000 રૂપિયા જે વાર્ષિક 1,20,000 રૂપિયા થઈ જશે. જમા કરાવવા પર તમને મેચ્યોરિટી પર 5 લાખ રૂપિયાથી વધારે મળી શકશે.
50 લાખ રૂપિયા પણ મળી શકે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમારે કુલ 14 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ ખાતા પર સરકાર 8.5 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગનાં હિસાબથી વ્યાજ આપી રહી છે. એવામાં 21 વર્ષ બાદ જ્યારે ખાતું મેચ્યોર થઈ જશે તો તમારું રોકાણ 46 લાખની આસપાસ થઈ જશે. વાર્ષિક 1.50 લાખ જમા કરાવવા પર 70,23,219 રૂપિયા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.