શું તમે તમારા ઘરને અસહ્ય તાપથી બચવા માંગો છો, તો અજમાવો આ સરળ અને સસ્તો ઉપાય

Published on Trishul News at 8:10 AM, Mon, 29 April 2019

Last modified on April 29th, 2019 at 8:10 AM

અસહ્ય ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. પરસેવે રેબજેબ થયા બાદ ઘરમાં પણ જો ગરમ વાતાવરણ રહે તો હાલત જ ખરાબ થઈ જાય છે. ઘણા ઘરોમાં કુલર અને એસીનો ઉપયોગ હાલ શરૂ થઈ ગયો છે અને આ કુલર-એસીની અસર આરોગ્ય પર પડે છે. તો અહીં અમે તમને જણાવીશું એવી પાંચ ટીપ્સ કે તમે તમારા ઘરને ઠંડુ રાખી શકશો અને ગરમીમાં પણ ઠંડકની મજા લઈ શકશો.

ઘરના દરવાજા પાસે છોડ વાવો

છોડથી ઠંડક મળે છે અને તેને જો ઘરના દરવાજા પાસે રાખવામાં આવે તો બહારથી આવતી ગરમ હવા આ છોડ રોકી દેશે અને તે ઠંડક ફેલાવે છે. ગાર્ડન, રૂમની અંદર કે પછી ઘરના દરવાજા, આંગણા કે જ્યાથી ગરમ હવાનો ઘરમા પ્રવેશ થતો હોય ત્યાં છોડ રાખો, જેનાથી ઘરમાં ઠંડક પ્રસરે. છોડ રાખવાથી ઘરમાં ગરમીનું તાપમાન 6થી 7 ડિગ્રી સુધી ઘટી જશે.

કોટન અને કલર પડદાનો ઉપયોગ

કોટનની વસ્તુનો ઘરમાં ઉપયોગ કરવાનું રાખો જેમ કે બેડશીટ, પડદા અને કપડામાં પણ તમે કોટનનો ઉપયોગ કરી શરીરને અને ઘરને ઠંડુ રાખી શકો છે. કૉટન ફૈબ્રિક અને લાઈટ કલરના પડદા લગાવવાથી ઘરમાં ઠંડક કાયમ રહે છે.

દિવાલો, ઘરના ધાબાને ઠંડી રાખો

ઘરની અગાશી કે ધાબા પર લાઈટ કલર કરાવો તેનાથી અને સમયે-સમયે થોડુ પાણી નાખતા રહો, જેનાથી ઘરમાં ઠંડક થશે. દિવાલો પર પણ લાઈટ કલર કરવાનું રાખો જે હંમેશા ઘરને ઠંડુ રાખશે. સફેદ પેઈન્ટ કે પીઓપી ધાબા કે અગાશી પર કરાવવાથી ઠંડક પ્રસરે છે. આમ કરવાથી ઘરને 70થી 80 ટકા સુધી ઠંડુ રાખી શકા છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે.

ઘરમાં જમીનો પર પાણીનો છંટકાવ કરી સાફ કરવાનું રાખો

ઘરમાં જમીનો પર પાણીનો છંટકાવ દિવસમાં બે વાર કરવો જોઈએ અને ત્યાર બાદ તેને સાફ પણ રાખવી જોઈએ. મોટાભાગના ઘરોમાં ટાઈલ્સો પર કાલીન કે ડિઝાઈનીંગ વસ્તુ પાથરવામાં આવે છે જે ગરમી ઉત્પન્ન કરે છે. બને ત્યાં સુધી ઘરની નીચેની જગ્યાઓ ખાલી રાખો. ખાલી જમીનથી ઠંડક પ્રસરે છે અને ઠંડી જગ્યા પર ઉઘાડા પગે ચાલવાથી આરોગ્ય સારૂ રહે છે.

ધાબા પર પાણી છાંટવું અને છોડ રાખો

ધાબા પર પાણીનો છંટકાવ કરો અને છોડ રાખો. બને ત્યાં સુધી ઘરના દરવાજા બંધ રાખવા જોઈએ કેમ કે તેનાથી ઘરમાં ઠંડક રહે છે અને બહારથી અંદર ગરમ હવા પ્રવેશતી નથી. સવારે અને સાંજે જ દરવાજા ખુલ્લા રાખવાથી બહારની ઠંડી હવા ઘરમા આવે છે. અને ઘરની અગાશી અને ઓટલા ઉપર પાણી છાંડવાનું રાખો. આ રીતે તમે તમારા ઘરને ઠંડુ રાખી શકશો.

Be the first to comment on "શું તમે તમારા ઘરને અસહ્ય તાપથી બચવા માંગો છો, તો અજમાવો આ સરળ અને સસ્તો ઉપાય"

Leave a comment

Your email address will not be published.


*