ગુજરાત: રાજ્ય (State) ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) મહેસાણા (Mehsana) ના પ્રવાસે ગયા છે ત્યારે તેમના હસ્તે હિરપુરમાં કુલ 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. ફક્ત આટલું જ નહીં પણ અનેકવિધ વિકાસના કાર્યોનું પણ ખાતમૂહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્તિથ રહ્યા હતા. મહેસાણાની આ ખાસ મુલાકાત વખતે CM ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાજુ વળવા માટેની પણ અલીપ કરી હતી.
તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, શહેરમાં રહેતા લોકોને ખેતરોમાં રાસાયણિક ખાતરોથી ખેતરો ઉજડી રહ્યા છે તથા ખાતરોથી બિમારીઓનો ખતરો પણ રહેતો હોય છે. તેમણે ખેતી કરતા ખેડૂતોને લઈ જણાવ્યું હતું કે, શહેરમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ કે, ખેતી કરવા માટે કેટલો પરસેવો પડે છે આ વાત સૌ કોઈ લોકોએ જાણવી જોઈએ.
પાણી બચાવો કે વીજળી બચાવો એ દેશની સેવા છે: CM
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આઝાદીના વર્ષો પછી પણ લોકોને પ્રાથમિક સુવિધા માટે અભિયાન ચલાવવા પડી રહ્યા છે, સાથે જ તેઓએ અધિકારીઓને સુચન આપતા કહ્યું હતું કે, સામાન્ય લોકોને કોઈપણ કામ માટે ધક્કા ખાવા ન પડે એવી સુવિધા ગોઠવવી જોઈએ.
સાથે જ વિકાસના કામો માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું કહ્યું હતું. મહાવીર ભગવાને જણાવ્યું હતું કે, પાણી ઘી ની જેમ વાપરજો, પાણી બચાવો તેમજ વીજળી બચાવો અથવા તો પેટ્રોલ બચાવો એ દેશની એક પ્રકારની સેવા જ છે, મુખ્યમંત્રીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવા આપણે કામ કરીશું એવું કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.