અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને (US President Joe Biden) પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- મને લાગે છે કે કદાચ દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે, કારણ કે આ દેશ પાસે કોઈપણ કરાર વિના પરમાણુ હથિયારો છે. વ્હાઇટ હાઉસે જો બિડેનનું નિવેદન જાહેર કર્યું છે. બિડેને આ વાત ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીના રિસેપ્શનમાં કહી હતી. વ્હાઇટ હાઉસ અમેરિકી રાષ્ટ્રપતિએ પણ રશિયા-યુક્રેન સંઘર્ષ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે આ સંઘર્ષથી દુનિયા ખૂબ પ્રભાવિત થઈ છે. આ સિવાય તેમણે અન્ય દેશો સાથે વોશિંગ્ટનના સંબંધો વિશે પણ વાત કરી હતી.
ઈમરાને બિડેનના નિવેદન પર સવાલ ઉઠાવ્યા
રીપોર્ટ અનુસાર, પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે બિડેનના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પાકિસ્તાનના પરમાણુ અવરોધને ઘણી વખત ચકાસી લીધો છે.
બિડેને પુતિન પર પણ પ્રહારો કર્યા
અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપતિ પર પ્રહાર કરતા કહ્યું- ‘શું તમારામાંથી કોઈએ ક્યારેય વિચાર્યું છે કે ક્યુબા મિસાઈલ ક્રાઈસિસ પછી કોઈ રશિયન નેતા પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી શકે છે, તે ત્રણથી ચાર હાજર લોકોને મારી શકે છે.
4 ઓક્ટોબરે પીઓકે ગયા હતા યુએસ રાજદૂત
પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે 4 ઓક્ટોબરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પાકિસ્તાન-યુએસ અલમાનાઈના સભ્યો સાથેની બેઠકમાં હાજરી આપી હતી. તે જ સમયે, યુએસ એમ્બેસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ લખવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.