SBI Recruitment 2023 without Exam:જો તમે યોગ્ય પગારવાળી બેંકમાં (SBI Job) સારા ઓફિસર રેન્કની નોકરી શોધી રહ્યા છો, તો SBI તમારા માટે એક સારો મોકો લાવી છે. ખાસ વાત એ છે કે નોકરી મેળવવા માટે કોઈ પરીક્ષા આપવી પડતી નથી. તેના માટે ઈન્ટરવ્યુ દ્વારા જ પસંદગી કરવામાં આવી રહી છે. SBI (SBI Job) એ માર્કેટિંગ વિભાગમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને હેડ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ચીફ મેનેજરની ભરતી હાથ ધરવામા આવી છે.
SBI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ પદો માટે 1 જૂનથી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 21 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. રસ ધરાવતા અને તેમના માટે લાયક ઉમેદવારો માટે SBI ની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈને ભરતી માટે ફોર્મ ભરી શકે છે.
સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ – માર્કેટિંગમાં MBA/PGDM અથવા એક વિષય તરીકે MBA અથવા એક વિષય તરીકે માર્કેટિંગ સાથે ફાઇનાન્સમાં MBA
આસિસ્ટન્ટ જનરલ મેનેજર માર્કેટિંગ / ચીફ મેનેજર માર્કેટિંગ – ગ્રેજ્યુએટ અથવા MBA / PGDBM અથવા માર્કેટિંગ ફાઇનાન્સમાં સમકક્ષ. આ સિવાય તેમની પોસ્ટ માટે કેટલાક વર્ષોનો કાર્ય અનુભવ પણ ફરજિયાત છે. તમે સૂચનામાંથી સંપૂર્ણ વિગતો મેળવી શકો છો.
પગાર
સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડના પદ માટે પસંદ કરાયેલ ઉમેદવારને વાર્ષિક 50 લાખથી 55 લાખ રૂપિયાનો CTC પગાર આપવામાં આવશે. અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ માટે 89890-2500/2-94890-2730/2-100350 રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. તો ચીફ મેનેજર માર્કેટિંગની પોસ્ટ માટે રૂ. પગાર ધોરણ 76010 – 2220/4 – 84890 – 2500/2 – 89890 નક્કી કરવામાં આવ્યું છે.
પસંદગી પ્રક્રિયા
મળેલી અરજીઓના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અને ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.