પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માં કથિત રીતે ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા એક ભાજપી નેતા ને કોલ કરતા પોલીસે ગિરફ્તાર કર્યો છે. ગિરફતાર નેતા મુર્શિદાબાદ ના જિલ્લા મહાસચિવ છે.
બીજેપી મહાસચિવ સોમન મંડળ ઉપર આરોપ છે કે તેણે બનાવટી પુરાવાઓના આધારે ઉજ્વલા યોજનાઓ અંતર્ગત કનેક્શન લઈ લોકોને વેચ્યા છે. એટલું જ નહીં સો મેની મિત્રાએ ઉજ્વલા યોજના માં ગેસ કનેક્શન અપાવવાના નામે સેંકડો લોકો પાસેથી રકમ ઉઘરાવી છે.
ઉજ્વલા યોજના માં ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ કલકત્તા પોલીસે બીજેપી મહાસચિવ શોમેન મંડળને આઈપીસીની ધારા 120 ,420 ,409 અંતર્ગત ગિરફતાર કરી લીધો છે. કલકત્તા પોલીસ હાલ તપાસ કરી રહી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હમણાં જ આરોપ લગાવ્યો હતો કે બીજેપીના ઘણા નેતા ઉજ્વલા યોજના ગોટાળામાં સામેલ છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માં ગરીબ પરિવારોને મફતમાં એલપીજી કનેક્શન આપવામાં આવે છે.ગ્રામીણ ક્ષેત્રોમાં રહેનાર બીપીએલ રેશનકાર્ડ ધારકોને મફતમાં સિલિન્ડર આપવામાં આવે છે.