ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવતા રેકેટનો પર્દાફાશ- મૃત્યુ પામેલા લોકોના નામે ચાલતું હતું મસમોટું કૌભાંડ

Duplicate Passport Racket Busted in valsad: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. યુવાનોને વિદેશ જઇને ડોલર કમાવાની લાલચ ખુબ વધી રહી છે. તે લોકો આ લાલચમાં ઘણીવાર ગેરકાયદેસર ખોટા નામ ધારણ કરીને કે બોગસ પાસપોર્ટના આધારે તેઓ વિદેશ જતા હોય છે.

વલસાડ જિલ્લામાં(Duplicate Passport Racket Busted in valsad) બોગસ ઓળખ કાર્ડ અને દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રેકેટ ચલાવતા એક માસ્ટરમાઈન્ડ આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે આ આરોપી પાસેથી 10 થી વધુ બોગસ દસ્તાવેજોને આધારે બનાવેલા પાસપોર્ટ કબ્જે કર્યા છે.

વલસાડના છીપવાડ રેલવે સ્ટેશન પાસે ઉભેલા એક યુવકને વલસાડ SOGની ટીમે ડિટેન કરી ચેક કરતા આ યુવક પાસેથી ડુપ્લેકેટ ડોક્યુમેન્ટ અને ડોક્યુમેન્ટના આધારે મેળવેલો પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 1962 પહેલા જન્મેલા તમામ લોકોને પોટુગીઝ પાસપોર્ટ.આપવામાં આવ્યા હતા, તે પૈકી મૃત્યુ પામેલા લોકો સાથે બ્લડ રિલેશનના ખોટા પુરાવાઓ એકત્રિત કરીને ભારતીય પાસપોર્ટ મેળવતા હતા.

જે પાસપોર્ટના આધારે પોર્ટુગીઝમાં પાસપોર્ટ માટે અરજી કરતા હતા અને તે પાસપોર્ટ ઉપરથી યુરોપના કોઈપણ દેશમાં નોકરી માટે કે સ્થાહી થવા લોકો જતા હોવાનું કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિત 4 વ્યક્તિઓને વલસાડ SOGની ટીમે પકડી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. વલસાડ જિલ્લામાંથી ખોટા જન્મના દાખલાઓ મેળવી તેના આધારે પાનકાર્ડ,આધાર કાર્ડ તૈયાર કરાવી ભારતીય પાસપોર્ટ મેળવવા અરજી કરવામાં આવતી હતી.

વલસાડની SOG ટીમેં 24 ઓગષ્ટ 2023ના રોજ વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન SOGની ટીમને મળેલી માહિતીના આધારે વલસાડના છીપવાડ રેલવે પાસે ઉભેલો સોહીલ સકરુદ્દીન શેખ જે ભાગડાવાડા ગ્રીન પાર્ક 3નો રહેવાસી છે અને પોતાના આર્થિક ફાયદા માટે વિદેશ જવા માટે ડુપ્લીકેટ જન્મનો દાખલો, પાનકાર્ડ, આધારકાર્ડ, અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવડાવી પાસપોર્ટ ઓફિસમાં ડોક્યુમેન્ટસ જમા કરી, પોતાનો ડુપ્લીકેટ નામવાળો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હોવાની માહિતી મળી હતી.

SOGની ટીમે આ યુવકની અટકાયત કરી તેની પુછપરછ કરી તેને ચેક કરતા તે આરોપી પાસેથી એક જ નામના 2 અલગ અલગ પાસપોર્ટ તે આરોપી પાસે થઈ મળી આવ્યા છે. અને આ આરોપીની વધુ પૂછપરછ કરતા એક એજન્ટ અને એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા 1962 પહેલા દમણમાં રહેતા લોકોને પોર્ટુગીઝની સિટીઝન શિપ આપી હતી.

જેના આધારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના રહેવાસી જે થોડા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિઓ સાથે બ્લડ રિલેશન હોય તે રિતના નામનો ખોટો ઉપયોગ કરીને વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી તેમના ખોટા બ્લડ રિલેશન વાળો જન્મો દાખલો મેળવી તેના આધારે ખોટા નામ વાળા પાનકાર્ડ, આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરીને ભારતીય પાસપોર્ટ મેળવતા હતા.

જે પાસપોર્ટ મેળવ્યાં પછી પોર્ટુગીઝ એમ્બેસી પાસે પોટુગીઝ પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ સાથે બ્લડ રિલેશન બતાવી પોર્ટુગીઝ પાસોપોર્ટ મેળવતા હોવાનું રેકેટ સામે આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં એજન્ટે ખોટા બ્લડ રિલેશન દર્શાવતા 10થી વધુ લોકોના વલસાડ જિલ્લામાંથી જન્મના દાખલાઓ બનાવવા ઉંચી ફી વસૂલી તેમને પોટુગીઝ પોસપોર્ટ અપાવ્યા હોવાનું સામે આવી રહ્યું હતું. પોટુગીઝ પાસપોર્ટ મેળવનાર મહિલા સહિત 4 વ્યક્તિઓની SOGની ટીમે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *