પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓમાંથી જો એકનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગેરંટી સાથે રોકાણકાર કરોડપતિ બની શકે છે.
તમને લાગતું હશે કે કરોડપતિ બનવાનું કામ અઘરુ છે, પરંતુ હકીકતમાં એવું છે નહીં. પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓમાંથી જો એકનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગેરંટી સાથે રોકાણકાર કરોડપતિ બની શકે છે. દેશમાં પોસ્ટ ઓફિસ જ એક માત્ર જગ્યા છે, જ્યાં રોકેલા પૈસાની ગેરેંટી ભારત સરકાર લે છે. આવી ગેરેંટી બેન્કમાં જમા પૈસા પર પણ નથી મળતી. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની આ સ્કીમ ઈન્ટમ ટેક્સમાં પણ ફાયદો કરાવે છે. જેનો ફાયદો આ સ્કીમમાં પણ મળે છે.
જાણો કઈ છે રોકાણ યોજના:
પોસ્ટ ઓફિસમાં PPF અકાઉન્ટ ખોલીને રોકાણ યોજનામાં રોકાણ કરી શકાય છે. PPF અકાઉન્ટ 15 વર્ષ માટે ખુલે છે. આ અકાઉન્ટ દેશની બેન્કો અને પોસ્ટ ઓફિસની પસંદગીની શાખામાં ખોલાવી શકાય છે. PPF અકાઉન્ટમાં વર્ષે એક વાર અને વધુમાં વધુ 12 વખત રોકાણ કરી શકાય છે. વર્ષમાં એકવાર ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. PPF અકાઉન્ટમાં વ્યાજદર સરકાર સમયાંતરે નક્કી કરતી રહે છે. અત્યારે PPFમાં 8 ટકા વ્યાજ મળી રહ્યું છે.
આ રીતે લો યોજનાનો લાભ:
PPF અકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો આ રકમને મહિના પ્રમાણે ગણો તો દર મહિને 12.500નું રોકાણ કરી શકાય. જો કોઈ વ્યક્તિ દર મહિને 12,500નું રોકાણ 15 વર્ષ સુધી કરે તો 15 વર્ષમાં આ રકમ 43 લાખ રૂપિયા થઈ જશે.
આ છે PPF અકાઉન્ટમાં રોકાણનું આખું ગણિત
– દર મહિને કરો 12,500 રૂપિયાનું રોકાણ
– 15 વર્ષ સુધી રોકાણ કરો
– હાલ મળે છે 8 ટકાનું વ્યાજ
– 15 વર્ષમાં તૈયાર થસે 43 લાખનું ફંડ
આ 43 લાખનું કેવી રીતે રોકાણ કરશો.
તૈયાર થયેલા ફંડ 43 લાખને સમજદારીથી ફરી પોસ્ટ ઓફિસમાં જ રોકાણ કરી શકો છો. આ વખતે પોસ્ટ ઓફિસના ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં 1થી લઈને 5 વર્ષ સુધી FDની જેમ જમા જ રહેશે. પોસ્ટ ઓફિસ ટીડી પર 5 વર્ષમાં 62.59 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકે છે. બાદમાં જો ફરી આ 62.59 લાખ રૂપિયાનું 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરશો તો ફંડ 91.13 લાખ રૂપિયા એટલે કે લગભગ 1 કરોડ રૂપિયા થઈ જશે. આ રીતે તમે કરોડપતિ બની શકો છો.
રોકાણકારો અહીં કરે છે ભૂલ
મોટા ભાગના લોકો PPFમાં ઈન્કમટેક્સ બચાવવા માટે જેટલું જરૂર હોય એટલું જ રોકાણ કરે છે. આ અકાઉન્ટ કમ્પાઉન્ડેડ રિટર્ન આપે છે. જેને કારણે અહીં પ્રભાવી વ્યાજ વધી જાય છે. આ બચત યોજના અન્ય બચત યોજના કરતા જુદી છે. એટલે તેમાં લોકોએ વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા કરીને વધુમાં વધુ ફાયદો ઉઠાવવો જોઈએ. આ ઉપરાંત કેટલાક લોકો આ અકાઉન્ટમાંથી અધવચ્ચેથી પૈસા ઉપાડી લે છે. રોકાણકારોએ આમ કરવાથી બચવું જોઈએ. જો આ મુદ્દા પર ધ્યાન આપશો તો કરોડપતિ બનવાના ચાન્સ વધી જશે.
PPF વિશે અન્ય માહિતી
PPF અકાઉન્ટમાં ખાતુ 100 રૂપિયાથી ખોલી શકાય છે. પરંતુ બાદમાં તેમાં દર વર્ષ 500 રૂપિયા જમા કરવા જરૂરી છે. આ અકાઉન્ટ સિંગલ નામથી ખોલી શકાય છે. તેમાં નોમિની પણ રાખી શકાય છે. આ અકાઉન્ટ પોસ્ટ ઓફિસથી બેન્ક અને બેન્કથી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે. આ ઉપરાંત એક બેન્કમાંથી એક બેન્કમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે. આ અકાઉન્ટમાં જમા પૈસા પર ઈન્કમટેક્સની કલમ 80 C અંતર્ગત છૂટ મળે છે. આ અકાઉન્ટ અધવચ્ચેથી બંધ નથી કરી શકાતું પરંતુ 7 વર્ષ બાદ પૈસા ઉપાડી શકાય છે. આ ઉપરાંત અકાઉન્ટમાં જમા રકમ સામે લોન પણ લઈ શકાય છે. આ સુવિધા કાતું શરુ થવાના ત્રીજા વર્ષે જ મળે છે.