સુરતમાં શરુ થઇ મોતની શાળા- સરકારની વિરુધમાં જઈને વિધાર્થીઓને શાળાએ બોલાવી ત્રીજી લહેરને આપ્યું આમંત્રણ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે સરકારે કોરોનાના ઘટી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વિધાર્થીઓનો અભ્યાસ કોરોનાની ગાઈડલાઈન્સ સાથે શરુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સરકારે ધોરણ 6 થી 8ના વિધાર્થીઓનું શિક્ષણકાર્ય શરુ કરવા અંગે આગામી દિવસોમાં નિણર્ય લઈને જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

તેમ છતાં વિધાર્થીઓના જીવ સાથે રમત રમવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે, સરકાર દ્વારા માધ્યમિક વિધાર્થીઓના શિક્ષણકાર્યને શરુ કરવા માટે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ સરકાર દ્વારા હજુ માધ્યમિક વિધાર્થીઓના શિક્ષણ કાર્ય શરુ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તેમ છતાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સ્કુલમાં વિધાર્થીઓને બોલાવવામાં આવ્યા છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા ધોરણ 6 થી 8ના વિધાર્થીઓનું શિક્ષણકાર્ય શરુ કરવા અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો તેમ છતાં પણ સરકારની ગાઈડલાઈન્સની વિરુધમાં જઈને વિધાર્થીઓના જીવને જોખમમાં મુકવા કેટલા યોગ્ય? મહત્વનું છે કે, શાળામાં બોલાવવામાં આવેલ વિદ્યર્થીઓ ને સોસીયલ ડિસ્ટન્ટ વગર બેસાડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ગજેરા સ્કુલ હમણાં ભાજપમાં જોડાયેલ ધીરરૂભાઈ ગજેરાની છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું આના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ? બીજી બાજુ સુરત DEO વિભાગની પણ ઘોર બેદરકારી સામે આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.

જોવા જઈએ તો જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ શાળા શરુ થતાની સાથે જ વિધાર્થીઓને કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર 5નો એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે પાલિકા દ્વારા સંપૂર્ણ શાળા જ બંધ કરાવી દેવામાં આવી છે. કેટલાય સમયથી શાળા હજુ તો શરૂ થઈ હતી. ત્યાજ વિદ્યાર્થી પોઝિટીવ આવવા લાગ્યા છે જેના કારણે તંત્ર દોડધામ મચી જવા પામી છે.

સુમન શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરી રહેલા એક વિધાર્થીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વિદ્યાર્થી પોઝિટીવ આવતાની સાથે જ ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓમાં રેપિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. જોવા જઈએ તો સુમન શાળા નંબર 5ના અન્ય વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *