ફી બાબતે સ્કૂલવાળાએ 10માં ધોરણમાં ભણતી દીકરીને એટલો ત્રાસ આપ્યો કે, છેવટે કરી લીધો આપઘાત

હાલ કોરોનાકાળ દરમિયાન આપને જાણીએ જ છીએ કે શાળા દ્વારા લેવાતી ફી બાબતે ઝગડા ચાલુ હતાં. આ દરમિયાન શાળાની ફીને લઈને એક ખૂબ જ હ્રદયસ્પર્શી કેસ સામે આવ્યો છે જ્યાં એક ધોરણ 10ની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. કારણ કે, સ્કૂલવાળા તેના પર ફી ભરવાનું દબાણ કરી રહ્યા હતા. ફી ન ભરવા બદલ તેને બીજા વિદ્યાર્થીઓ સામે હતાશ કરતા હતા.

એએનઆઈના સમાચાર મુજબ, મૃતક વિદ્યાર્થી હૈદરાબાદ શહેરના નેરમાડેટ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરંતુ શાળાના લોકો તેમના પર ફી ભરવા માટે સતત દબાણ કરી રહ્યા હતા અને તેને શાળામાંથી કાઢી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા.

સ્કૂલના ત્રાસથી કંટાળીને 16 વર્ષીય વિદ્યાર્થીએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકના માતા-પિતાની નોકરી લોક્દૌન દરમિયાન બંધ હતી. જેના કારણે તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા.

સ્કૂલની 35 હજાર ફીમાંથી તેણે રૂપિયા 15,000 ભર્યા હતા અને બાકીની ફી 20 ફેબ્રુઆરી સુધીમાં ભરવાની વાત થઇ હતી. પરંતુ શાળા સંચાલન આનાથી સંતુષ્ટ ન હતું અને તેઓએ વિદ્યાર્થીને ભણાવવાનુંબંધ કરી દીધું હતું.

પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પરંતુ આ કેસની તપાસ હજી ચાલુ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. સીઆરપીસીની કલમ 174 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *