વિવાદોમાં સપડાઈ સુરતની મેટાસ એડવાન્ટીસ સ્કૂલ- એકસાથે 500 વિદ્યાર્થીઓ સાથે… -જાણો શું છે સમગ્ર મામલો

આજે કોઇપણ ખાનગી શાળા (Private school)ઓમાં ફી ખુબ જ વધારે હોય છે. તેમજ ઘણી વાર અમુક શાળાઓમાં ફીને લઈને વિવાદ થતા હોય છે. ત્યારે હાલમાં…

આજે કોઇપણ ખાનગી શાળા (Private school)ઓમાં ફી ખુબ જ વધારે હોય છે. તેમજ ઘણી વાર અમુક શાળાઓમાં ફીને લઈને વિવાદ થતા હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાત (Gujarat)ના સુરત (Surat)ના અઠવાલાઇન્સ વિસ્તાર (Athwalines area)માં આવેલી મેટાસ એડવાન્સટીસ(Metas Advantis) સ્કૂલ ફીને લઈને ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે પરમીટ કાર્ડને લઈને આ સ્કૂલ ફરી વિવાદમાં સપડાઈ છે.

મળતી મહતી અનુસાર, આજે સવારે વાલીઓને શાળામાં પરમીટ લેવા બોલાવ્યા હોવાથી વાલીઓ પરમીટ લેવા માટે ગયા હતા. આ દરમિયાન જ્યારે તેઓ કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે તેમને ફી બાકી હોવાનું કહીને પરમીટ કાર્ડ આપવામાં આવશે નહીં એવું કહેવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, શાળામાં 500 જેટલા વિદ્યાર્થીઓનું ક્લાસમાં એન્ટર થવા માટેનું પરમીટ કાર્ડ અટકાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, ટેલિફોનિક વાતચીતમાં શાળા મેનેજમેન્ટ દ્વારા કહેવાયું કે, કોઈને અટકાવવામાં આવ્યાં નથી. આ વાતની જાણ વાલીઓને થતા તેઓએ સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં વાલીઓએ શાળાની બહાર રામધુન કરી હતી.

શાળાનું વર્તન અયોગ્ય:
આ મામલે વાલી ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતુ કે, મારો દીકરો મેટાસ એડવાન્સટીસ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. આ શાળામાં નવા સત્રમાં ક્લાસમાં એન્ટર થવા માટે સ્કૂલ તરફથી પરમીટ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ, અમે પરમીટ કાર્ડ લેવા માટે આવ્યા તો અમને પરમીટ કાર્ડ આપવાની ના પાડવામાં આવી હતી. ફીના કારણે પરમીટ કાર્ડ અટકાવી રાખવામાં આવ્યું છે. અમે એડવાન્સ ફી 75 હજાર રૂપિયા ભરી છે પરંતુ, તેનો તો કોઈ હિસાબ જ આપવામાં આવી રહ્યો નથી. અમે શાળાને જે એડવાન્સ ફી ચૂકવી છે, તે પણ તેઓ પરત આપી રહ્યા નથી. તેમજ શાળાના પ્રિન્સિપાલ કે સંચાલક કોઈ જવાબ પણ આપી રહ્યા નથી.

પરમીટ કાર્ડ આપી દેવાયા છે:
વાલીઓએ જયારે શાળાના સંચાલકો સાથે જ્યારે ટેલિફોનિક સંપર્ક કરીને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું કે, કોઈ પણ વાલીને અટકાવ્યા નથી. બાળકોના પરમીટ ઇશ્યુ કરી દીધા છે. પરંતુ ખરેખર તો, સવારે પહોંચેલા વાલીઓને તેમણે પરમીટ કાઢી આપવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવાથી વાલીઓએ શાળાના ગેટ પાસે જ વિરોધ કર્યો હતો. આ પહેલા પણ મેટાસ એડવાન્સટીસ શાળાએ વાલીઓ સાથે ફીના મુદ્દે વિવાદ કર્યો હતો. સરકારે આદેશ આપેલો હોવા છતાં પણ આ શાળા દ્વારા ફી પરત કરવામાં નહોતી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *