રાજ્યમાં ખુલી શકે છે શાળા અને કોલેઝ: શિક્ષણ મંત્રીએ આપ્યા સંકેત

ગુજરાત: હાલ ચાલી રહેલ કોરોના કાળ દરમિયાન હવે રાજ્યમાં કોરોના કેસ ઘટતાની સાથે જ ટૂંક સમયમાં શાળા-કોલેજો શરૂ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. હવે…

ગુજરાત: હાલ ચાલી રહેલ કોરોના કાળ દરમિયાન હવે રાજ્યમાં કોરોના કેસ ઘટતાની સાથે જ ટૂંક સમયમાં શાળા-કોલેજો શરૂ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. હવે સરકાર ટૂંક સમયમાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કરી શકે છે. જાણવા મળ્યું છે કે, શાળા-કોલેજો શરૂ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કઈ રીતે શાળા કોલેજો શરૂ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં ફરીવાર શાળા-કોલેજ ચાલુ કરવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લઈ શાળા-કોલેજ ચાલુ કરવામાં આવશે. જે રીતે પહેલા એક પછી એક વર્ગ ચાલુ કરવામાં આવ્યા હતાં તે પ્રમાણે સરકાર નિર્ણય લેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમએ શિક્ષણનું સ્તર કથળવા અંગે નિવેદન કરીને કહ્યુ હતુ કે, પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ 11માં પહોંચી ગયા છે. ધોરણ 10માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. નો-ડિટેન્ડશનના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા વગર ધોરણ 9 સુધી પહોંચે છે. નિષ્ણાતો માત્ર શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું.

આ પહેલા સરકાર દ્વારા શાળા કોલેજને કોવિડના નિયમો સાથે ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જેથી સરકાર શાળા અને કોલેજ ચાલુ કરવાની મંજૂરી આપી શકે છે. કોરોનાની પ્રથમ લહેરમાં ગયા વર્ષે નેશનલ લોકડાઉનને પગલે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કુલ ફીમાં 25 ટકા ઘટાડવામાં આવી હતી. પરંતુ, વાલીઓએ 50 ટકા ફી ઘટાડાની માંગ કરી હતી.

આખરે સરકાર સંચાલકો પાસે માંડ 25 ટકા ફી ઘટાડો કરાવી શકી હતી. ગયા વર્ષે 11 જાન્યુઆરીથી 18 માર્ચ સુધી માંડ બે મહિના ધો.9 થી 12ની સ્કૂલો શરૂ થઈ હતી અને તે પણ મરજીયાતપણે હતી અને ધો.1 થી 5માં તો એક પણ દિવસ ખુલી નથી ત્યારે કોરોનાની બીજી લહેરને પગલે ચાલુ વર્ષે પણ હજુ સ્કૂલો શરૂ થઈ શકી નથી.

શૈક્ષણિક વર્ષ 2021-22 શરૂ થયાને એક મહિનો થવા આવનાર છે. આ દરમિયના ફરી એકવાર ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે. રાજ્યના તમામ મોટા શહેરો-નગરોમાં વાલીઓ દ્વારા ફી ઘટાડાની માંગ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા 25 ટકાનો ફી ઘટાડો આ વર્ષે પણ ચાલુ રહેશે તેવુ નિવેદન આપવામાં આવ્યું હતુ.

પરંતુ, જેની સામે સંચાલક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરતા કોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી હતી. આમ ફરી એકવાર સંચાલકો સામે દબાઈ ગયેલી સરકાર હવે લેખિતમાં કોઈ પણ ઓર્ડર કે ઠરાવ કરવા તૈયાર નથી તો બીજી બાજુ સંચાલકો પણ ફી ઘટાડો કરવા તૈયાર નથી. જેથી હાલ તો વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ફી ભરવા મજબૂર બન્યા છે.

વાલીઓની ફરિયાદ છે કે, વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને ઓનલાઈન શિક્ષણ સિવાયની એક પણ સર્વિસનો ઉપયોગ કરતા નથી. આ દરમિયાન સ્કૂલોને લાઈટબીલ, મેઈન્ટેનન્સ અને અન્ય ખર્ચામાં ઘણી રાહત થઈ અને અધુરામાં પુરૂ સ્કૂલો પુરી લીધા બાદ પણ સરકાર પાસે ટેકસમાં રાહત માંગે છે તો પછી ફી ઘટાડો કેમ કરાતો નથી. આ અંગે વાલીઓની ફરિયાદ છે કે, સ્કૂલો કોરોનામાં પણ ફીમાં નફો કરવા માંગે છે.

શિક્ષકો અને સ્ટાફના પગાર માટે 50થી75 ટકા ફીમાં તમામ ખર્ચ પુરા થઈ જાય. પરંતુ, તેમ છતા સ્કૂલો ફી ઘટાડતી નથી. જોકે, ઘણી સામાન્ય સ્કૂલો દ્વારા ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલીક સ્કૂલો દ્વારા ફીમાં રાહત આપવામ આવી છે. તેમજ માતા-પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તો પુરી ફી પણ માફ કરવામાં આવી છે. પરંતુ, આ દરમિયાન પણ મોટી સ્કૂલો કે જેઓ ઊંચી ફી વસુલે છે તેઓ ફીમાં કોઈ રાહત આપવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *