ગાંધીના ગુજરાતમાં ઢગલાબંધ જૂની નોટો સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયા પર નકલી અથવા તો ચલણી નોટોને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યાર્ર હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. LCB…

સોશિયલ મીડિયા પર નકલી અથવા તો ચલણી નોટોને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યાર્ર હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. LCB એ ડમી ગ્રાહકને ઉભો કરી રાજ્યના મહેસાણામાં માનવ આશ્રમના સાંઈબાબા રોડ પર આવેલ પાટીદાર પ્લાઝા નજીકથી નોટબંધી વખતે બંધ થઇ old currency ગયેલી 1,000 તથા 500ના દરની 86 લાખની ચલણી નોટોની સાથે ગુરુવારે 2 શખ્શોને પકડ્યા હતા.

શહેરની પોલીસે ડિવિજન પોલીસ સ્ટેશનમાં બન્નેની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા વર્ષ 2016માં નોટબંધી વખતે બંધ કરાયેલ 1,000 તથા 500 રૂપિયાના દરની ચલણી નોટો બદલાવા 2 શખ્સો ફરી રહ્યાની મહેસાણા LCB PSI એસ.બી.ઝાલા તથા હે.કો.શૈલેષ મયજીભાઇને બાતમી મળી આવી હતી.

જે સંબંધે મહેસાણા SP ર્ડો પાર્થરાજસિંહની સુચનાથી ગુરુવારે LCB સ્ટાફને સાથે રાખી ગ્રાહક ઉભો કરીને કિશોર છનાભાઇ ઓડ રહે.ખેરાલુ તથા વિજયસિંહ શિવસિંહ રાઠોડને મોબાઇલ ફોન કરી જુની નોટોની સાથે રમાનવ આશ્રમ પાસે સાંઇબાબા રોડ પાટીદાર પ્લાઝા પાસે બોલાવ્યો હતો.

અહી ઉપરોકત બન્ને શખ્શો પહોંચતાની સાથે જ પોલીસે GJ.02.AP.8033 નંબરની અલ્ટોકારની સાથે 86 લાખની નોટની સાથે ઝડપી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બન્ને આરોપીની વિરુદ્ધ CRPC કલમ 41(1),ડી પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરી PSI એસ.બી.ઝાલાએ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *