વાલીઓની મુશ્કેલીઓમાં થયો વધારો- હવે તો સ્કૂલવાન અને સ્કૂલબસની ફી પણ માંગી રહ્યા છે

કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે આખા રાજ્યમાં 2 મહિના સુધી મોટાભાગના ધંધા અને ઉદ્યોગો બંધ રહ્યા હતા અને હવે અનલોકમાં ધીમે-ધીમે મોટાભાગના ધંધાઓ ખૂલી રહ્યા છે પરંતુ શાળા-કોલેજો હજુ સુધી ખોલવામાં આવી નથી. છતાં પણ મોટાભાગના શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી પૂરેપૂરી ફી ભરવા માટે પ્રેશર આપવામાં આવે છે.

શાળાની ફી માફીને લઇને વિદ્યાર્થીઓના વાલીઓ સરકારની આગળ રજૂઆત કરી રહ્યા છે. કારણ કે લોકડાઉનમાં ધંધાઓ બંધ રહેતા તેમને પણ આર્થિક મુશ્કેલી સહન કરવી પડી છે. ત્યારે હવે સ્કૂલ ફીની સાથે-સાથે સ્કૂલ-વાનનો ખર્ચ પણ નાખવામાં આવ્યો છે. મળેલી જાણકારી અનુસાર અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ પાસેથી લોકડાઉન દરમિયાનનો માર્ચ, એપ્રિલ અને મે મહિનાના સ્કૂલવાન અથવા તો સ્કૂલબસના ભાડાની માંગ કરવામાં આવી છે.

શાળાઓ બંધ રહેવાના કારણે સ્કૂલવાન બંધ પડી છે અને વિદ્યાર્થીઓ પાછળ એક પણ રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ બળ્યું નથી છતાં પણ સ્કૂલ વર્ધી એસોસિએશન એ વાલીઓ પાસેથી 3 મહિનાના ભાડાની માંગ કરવામાં આવી રહી છે. આ ભાડાની માંગણી બાબતે ડ્રાઈવરોની રોજગારી બંધ થવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. સ્કૂલવાનના ડ્રાઈવરોએ વાલીઓને sms કરીને પૈસાની માંગ કરી હોવાના પણ આક્ષેપો નાંખવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલાની સ્પષ્ટતામાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનનું જણાવવું છે કે વાલીઓને પૈસા માટે  પ્રેશર આપવામાં આવ્યું નથી. જેને જે રીતે સગવડ હોય એ પ્રમાણે પૈસા આપવાની માંગણી કરવામાં આવી છે.

અમદાવાદની સ્કૂલ વર્ધી એસોસિએશનના સભ્યએ જણાવતાં કહ્યું છે કે, વાલીઓને અમે એક જ માંગણી કરી છે કે,તેઓ માર્ચ, એપ્રિલ અને મે મહિનાના પૈસા આપે. આ 3 મહિનાના પૈસા વાલીઓ પોતાની રુચિ પ્રમાણે આપે. ડ્રાઈવરને પણ પોતાનો પરિવાર હોય છે, તેમને પણ પોતાનું ઘર ચલાવવું હોય અને તેઓ સ્કૂલની વર્ધી જ કરતા હોય છે. એટલે વાલીઓને ભલામણ કરી છે કે, તમે તમારી સગવડ મુજબ પૈસા આપો. શાળાઓ તો ફીની માંગણી કરી રહી હતી પરંતુ હવે ડ્રાઈવરોએ પણ પૈસાની માંગણી કરતા વાલીઓની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. કારણ કે, 2 મહિના સ્કૂલવાન બંધ રહી તેની સાથે-સાથે વાલીઓના ધંધા-ઉધોગ પણ બંધ જ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *