હાલ કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે બધું જ ઠપ થઇ ગયું હતું. બધા જ લોકો કામ ધંધો મુકીને ઘરે જ બેઠા હતા જેનાથી કોરોનાનું સંક્રમણ ના થાય અને લોકો સ્વસ્થ રહે. હાલના સમયની વાત કરીએ તો અનલોક દરમિયાન ધીમે ધીમે કેટલાય મહિનાઓથી બંધ પહેલા કારખાના અને ધંધા પાછા ખુલ્યા છે. અને લોકો તેમના કામે પાછા લાગ્યા છે. આ સમયમાં શાળા અને કોલેજો ક્યારે ખુલશે તે મોટો સવાલ છે. ત્યારે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક જાહેરાત કરી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતી 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતને પગલે હવે શૈક્ષણિક સંસ્થાઓ સ્વતંત્ર પર્વ સુધી ખુલશે નહીં. ઉપરાંત મહત્વની જાહેરાત કરાઈ હતી કે સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો દબાણ કરી શકશે નહીં.
માસિક ફી ભરાશે તો પણ ચાલશે
જો કદાચ શાળા અને કોલેજો ખુલે તો અત્યારના સમયમાં મંદીનો માહોલ છે. લોકો આર્થિક રીતે અત્યારે ખુબ નબળી પરીસ્થીતી માંથી ગુજરી રહ્યા છે. એ માટે પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મોટી જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું હતું કે આ વર્ષે કોઈપણ સ્કૂલ ફીમાં વધારો નહીં કરે શકે. તેમજ ત્રિમાસિક ફીને બદલે માસિક ફી ભરશે તો પણ ચાલશે. ટ્યૂશન ફી અને સ્કૂલ ફીને બદલે માસિક ફી ભરી શકાશે.
ફી મામલે ખાનગી સ્કૂલો પર સરકારનું ધ્યાન રહેશે
સપ્ટેમ્બર માસ સુધી વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ સ્કૂલો કરી શકશે નહીં. આ મામલે રાજ્યનો શિક્ષણ વિભાગ ખાનગી સ્કૂલો પર વિશેષ ધ્યાન રાખશે. લોકોને આર્થિક રીતે પરિસ્થતિ નબળી હોવાથી સરકારે દરેક શાળા થતા કોલેજોમાં આ નિર્ણયનું પાલન કરવા માટે આદેશ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news