સામે આવ્યું ‘રામ’ નામના પથ્થર પાણીમાં તરવાનું વૈજ્ઞાનિક કારણ- સંસોધનમાં થયો મોટો ઘટસ્ફોટ

બધા જ લોકોએ ભગવાન રામ(Lord Rama)ના નામે તરતા પથ્થરની વાત સાંભળી હશે. પરંતુ કોઈએ પણ આ પથ્થર જોયા નહિ હોય. કહેવાય રહ્યું છે કે, ભગવાન રામના નામનાં પથ્થરની વૈજ્ઞાનિક(Scientific) ઓળખ કરવામાં આવી છે જેણે પુમિસ પથ્થર(Pumice stone) તરીકે ઓળખવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર બે વર્ષ પહેલા અંકલેશ્વર(Ankleshwar)ના સુરવાડી ગામ(Surwadi village) નજીક ખાડીમાંથી મળી આવેલ પથ્થર બાબતે અંકલેશ્વરના એન્વાયરમેન્ટ એન્જિનિયરે અભ્યાસ કરી આધ્યાત્મિકતાથી તેના વૈજ્ઞાનીક મહત્વ વિશે અગત્યની માહિતી લીધી છે. આ પુમિસ પથ્થરને રાસાયણિક ઉદ્યોગમાં ફિલ્ટર્સની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્વાળામુખી ફાટવાથી તેમાંથી નીકળતા લાવાનાં સ્વરૂપે તેનું પૂમિસ પથ્થરનું સર્જન થાય છે.

શામાંથી આ પુમિસ પથ્થરો બનાવવામાં આવે છે? 
આ પુમિસ પથ્થરમાં છિદ્રો અને એર પોકેટ હોય છે. પુમિસ પથ્થરની રચનામાં સિલિકોન ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ ડાયોકસાઈડનું પ્રમાણ વધુ હોય છે. તેથી પુમિસ પથ્થરની અંદર ઝિર્કોન જેવા ખનિજ તત્વો પણ હાજર હોય છે.

પૂમિસ પથ્થરોને તરતા પથ્થર તરીકે ઓળખવામાં આવે છે:
તમે બધા જાણતા જ હશો કે, ભગવાન રામે લંકા પહોંચવા માટે દરિયાની અંદર તરતા પથ્થરોથી બનેલા પુલની મદદ લીધી હતી. જયારે આવા તરતા પથ્થરોને વૈજ્ઞાનિક રીતે પૂમિસ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સર્જન જ્વાળામુખી ફાટવાથી નીકળતા લાવાનાં સ્વરૂપે થાય છે. જ્વાળામુખીમાંથી આ પથ્થરો અત્યંત દબાણ હેઠળ બહાર આવે છે. અત્યંત દબાણ હેઠળ બહાર આવ્યા પછી આ પથ્થર બહારની હવા સાથે સંપર્કમાં આવતા ઝડપી ઠંડક અને ઝડપી ડિપ્રેસ્યુરાઇઝેશનને કારણે પૂમીસ પથ્થરનું સર્જન કરે છે.

ગુજરાત પહાડી વિસ્તારનો એક ભાગ કહેવાય છે: 
કહેવાય છે કે, ગુજરાત પહાડી વિસ્તારનો એક ભાગ છે જ્યાં ઘણા વર્ષો પહેલા આ ભૂમિનાં સર્જન ને કારણે અહી આવા પથ્થરો ધ્યાનમાં આવે છે. તેમજ કહેવાય છે કે, પુમીસ પથ્થર ની ઘનતા પાણીની ઘનતા કરતા ઘણા ઓછા પ્રમાણમાં હોવાના કારણે તે પુમીસ પથ્થર પાણીમાં તરવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *