આ વાતની આશંકા પહેલેથી હતી પરંતુ હવે વૈજ્ઞાનિકોએ દર્દીના મૃત શરીરમાંથી ફેલાવવાની પુષ્ટિ કરી છે. mirror.co.ukના રિપોર્ટ અનુસાર જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિન કહ્યું છે કે થાઈલેન્ડમાં મૃત શરીરના તપાસ કરનાર એક મેડિકલ પ્રોફેશનલ સંક્રમિત થઈ ચૂક્યો છે.પહેલી વખત છે જ્યારે મૃત શરીર થી કોઈ વ્યક્તિને સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે.
જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિન અનુસાર માર્ચમાં જ મૃત શરીર દ્વારા મેડિકલ એક્ઝામીનર સંક્રમિત થઈ ગયો. જર્નલમાં આ રિપોર્ટ ચીનના હેનાન મેડિકલ યુનિવર્સિટીના વિરોજ અને બેંગકોકના આર્મી મેડિકલ સેન્ટરના વોમ એ લખ્યો છે.
આના પહેલા થાઈલેન્ડમાં ઘણા અંતિમ સંસ્કાર ગૃહને કોરોનાવાયરસ થી પીડિત દર્દીઓને અંતિમ સંસ્કાર કરવાની મનાઈ ફરમાવી દીધી હતી.તેના બાદ ૨૫ માર્ચે થાઈલેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ સર્વિસીસ ના પ્રમુખ એ દાવો કર્યો હતો કે ડેડ બોડી થી સંક્રમણ નથી ફેલાતું.
હેલ્થ માટે ચેતવણી આપી છે કે કોરોનાવાયરસ થી સંક્રમિત દર્દીઓના મૃત શરીરના સંપર્કમાં આવનાર તમામ લોકો અને અંતિમ સંસ્કારમાં કામ કરનાર તમામ લોકોને પણ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપવામાં આવે.
તેમજ w.h.o. નું કહેવું છે કે કોરોના દર્દીઓના શરીરથી ફેલાવવાની આશંકા ઓછી રહે છે પરંતુ જો દર્દીના ફેફસાના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો તેને કોરોનાવાયરસ નું સંક્રમણ સહેલાઈથી લાગી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news