કોરોનાવાયરસ સામે દુનિયાના લગભગ તમામ દેશો જંગ લડી રહ્યા છે. વૈજ્ઞાનિકો સતત આ જીવલેણ વાઇરસ સામે લડવા માટેની વેક્સિનની શોધ કરવામાં લાગેલાં છે. આ વચ્ચે વૈજ્ઞાનિક જર્નલમાં છપાયેલા એક જર્નલ અનુસાર, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એ કોરોનાને લઈને કરવામાં આવેલ અભ્યાસ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. જે વેક્સિન બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
શું છે સ્ટડીમાં
ઓસ્ટિનની ટેક્સાસ યુનિવર્સિટી એ જોયું કે લામા નામના પશુની એન્ટીબોડી વાયરસ સામે જાતે જ લડી રહી છે.આ શોધમાં સામેલ એક વૈજ્ઞાનિક અને મોલેક્યુલર બાયોલોજીસ્ટ જૈસનનું માનવું છે કે આ કેટલીક એવી એન્ટીબોડી છે જે સાર્સ અને કોરોનાવાયરસ ના અસરને neutral કરતા જોવા મળ્યા છે.લામાના શરીરમાંથી નીકળનારા બે ખાસ પ્રકારની એન્ટીબોડી ને મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલ નવી એન્ટીબોડી વાઈરસને મનુષ્યની કોશિકાઓમાં થી જોડાવાથી રોકી દે છે.
મેડિકલ રિપોર્ટ અનુસાર કોરોનાવાયરસ કાંટા વાળી રચના વાળો હોય છે જે આપણા શરીરની અંદર મળી આવતા પ્રોટીન સાથે ખૂબ સારી રીતે જોડાઈ જાય છે. બીજા વાયરસ કરતા આ કાંટેદાર સંરચના હોવાના કારણે તે આપણા માટે વધારે ઘાતક બની ચૂકી છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ 130 સાથીઓ વચ્ચે રહેલી વિન્ટરને પહેલા ઝૂંડમાં થી અલગ કરવામાં આવી ત્યારબાદ ચાર વર્ષની વિન્ટર પર છેલ્લા ઘણા અઠવાડિયા દરમિયાન SAARS અને MARS બીમારીના પ્રોટીન ઇન્જેક્શન દ્વારા નાખવામાં આવ્યા. આ દરમિયાન વિન્ટરને નજર હેઠળ રાખવામાં આવ્યું હતું.વૈજ્ઞાનિકો બે પ્રકારની એન્ટીબોડી ને તેના શરીરમાંથી ISOLATE કરવામાં સફળ થઈ ચૂક્યા છે જે કોરોનાના અસરને પૂર્ણ કરી શકે છે.
શું છે લામા પશુ
આ ઊંટ અને ઘેટા વચ્ચે ની પ્રજાતિ છે. જે દક્ષિણ અમેરિકામાં મળી આવે છે. સામાન્ય રીતે એ ઉન, માસ અને સામાન નું વહન કરવામાં કામ આવે છે. તેમાં ઘણી ખાસિયતો છે.જેને લીધે તેમનું ખૂબ સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. કારણ કે તેમાં લેનોમીન નથી હોતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news