3000 વર્ષ જૂની મમ્મી પર વૈજ્ઞાનિકો એ કર્યું રીસર્ચ, ખુલ્યા ઘણા રહસ્યો…

મિત્રો,તમે એવા ઘણા બધા કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે જેમાં વર્ષો જૂની વસ્તુઓ મળી આવતી હોય છે જેનું રાજ ચોકાવનારું હોય છે. આજે આપણે આવા જ એક 3000 વર્ષ જૂના મમી ના રિસર્ચ દરમિયાન મળતા રહસ્ય વિશે વાત કરવાની છે.

દુનિયાના દરેક લોકોની દિલચસ્પી ઇજિપ્તના પિરામિડ અને તેના મમી રહી છે. સમય સમય પર એવા ઘણા ચોંકાવનારા સંશોધનો થઈ રહ્યા છે. જેના કારણે દુનિયાના દરેક લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આવા જ એક શોધખોળ મોસ્કો ના કુર્ચતોવ ઇન્સ્ટીટયુટ ના વૈજ્ઞાનિકો એ કરી છે, જે લગભગ જ અત્યાર સુધી માં કયારેય થઈ નહી હોય.

મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ જેમાં વૈજ્ઞાનિકો પ્રાચીન ઇજિપ્તના 3 મમ્મી ના વાળ પર રિસર્ચ કરી રહ્યા છે. આ મમ્મી 3000 વર્ષ સુધી સુરક્ષિત રહી હતી. વૈજ્ઞાનિકો એ વાતથી હેરાન થઇ રહ્યા છે કે, આટલા વર્ષ બાદ પણ આ વાળ આટલા લાંબા કઈ રીતે સુરક્ષિત રહી શક્યા. આ શોધની અંદર ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે.

શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, એક ખાસ આ પ્રકારના બામના કારણે આ મમ્મી ના વાળ 3000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યા હતા. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે,મમ્મી ના વાળ ઉપર દેવદારનું ગમ લગાવવામાં આવ્યું હતું, જેની અંદર ઘણા પ્રકારના પ્રાકૃતિક રસાયણ હોય છે.

મિત્રો, જે વૈજ્ઞાનિકો આ વાળ રહસ્ય જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રમ નો ઉપયોગ કર્યો હતો. જેના દ્વારા જાણવા મળ્યું હતું કે, આ બામમાં બીફ ચરબી, એરંડી, પીસ્તા નું તેલ અને મધમાખી ઓ માંથી તૈયાર કરવામાં આવેલું મીણ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

રૂસી વૈજ્ઞાનિકો હવે જણાવ્યું હતું કે, મમ્મી ને તૈયાર કરવા માટે બે પ્રકારના લેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાંથી એક લેપ નો ઉપયોગ વાળ પર અને બીજા લેપનો ઉપયોગ શરીર પર લગાવવામાં થતો.આ રિસર્ચ ની અંદર જે પણ મમ્મી નો યુઝ કરવામાં આવ્યો હતો તે હાલમાં મોસ્કોના પુશકીન સ્ટેટ મ્યુઝિયમ માં રાખવામાં આવી છે.

મિત્રો,તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પ્રાચીન સમયની અંદર ઈજીપ્ત માં લાશ ને મમ્મી બનાવવા માટે એના આંતરિક અંગો ને કાઢી ને મીઠા ની સાથે રાખી દેતા હતા, આમ કરવાથી શરીરની અંદર રહેલી નમી દૂર થાય. ત્યારબાદ તે શરીર ઉપર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવતો. લેપ લગાવ્યા બાદ આખા શરીરને કપડાથી લપેટી દેવામાં આવતું હતું. ત્યારબાદ શરીરને શબપેટી ની અંદર રાખી ને રેતીમાં દફન કરી દેવામાં આવતું. જેથી કરીને આ મમ્મી વર્ષો સુધી એકદમ સુરક્ષિત રહે અને તેના ઉપર વાતાવરણની પણ કોઈ અસર પડે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *