ગુજરાત(Gujarat): એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરી(Library of the Academy of Motion Picture Arts and Sciences) દ્વારા મોનસૂન ફિલ્મ્સ(Monsoon Films) જે લાસ્ટ ફિલ્મ શો(The Last Film Show)ના નિર્માતાઓમાંના એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને લખતા જણાવ્યું છે કે, સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઇબ્રેરી(Oscar Library)એ તેના કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, ઓસ્કાર એકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરી એ વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે જે એક કલા રૂપે અને ઉદ્યોગ તરીકે મોશન પિક્ચરના ઇતિહાસ અને વિકાસને સમર્પિત છે. 1928 માં સ્થાપવામાં આવેલ અને હવે બેવર્લી હિલ્સ, હોલીવુડમાં સ્થિત, આ લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી છે જે વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ઇતિહાસકારો અને ઉદ્યોગ વ્યાવસાયિકો દ્વારા વર્ષભર ઉપયોગમાં લેવામાં આવે છે.
ડાઈરેક્ટર પાન નલિને કહ્યું, “હું હંમેશા જે કરું છું તેને શેર કરવામાં વિશ્વાસ રાખું છું કારણ કે, સિનેમા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના મારા પ્રેમ સિવાય મારી પાસે આપવા માટે બીજું કંઈ છે જ નહી. મે આ અદ્ભુત ઓસ્કાર લાઇબ્રેરીની મુલાકાત લીધી છે અને મને ખુબ જ આનંદ થયો છે. જ્યાં માસ્ટરવર્કને તેના કોર કલેક્શનમાં જગ્યા આપવામાં આવે છે. વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, હું બહુ જ ઉત્સુક છું અને ખુશ છું કે હવે લાસ્ટ એક્શન હીરો અને લોરેન્સ ઓફ અરેબિયાની સ્ક્રિપ્ટ વચ્ચે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટ પણ ઓસ્કાર લાઇબ્રેરીમાં સ્થાન મેળવશે.”
મહત્વનું છે કે, મૂળ કાઠિયાવાડની વાત દર્શાવતી લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટને પાન નલિન દ્વારા લખવામાં આવી છે જે તેમના બાળપણ અને લોકલ સિનેમામાં ફિલ્મ પ્રોજેક્ટર ઓપરેટર તરીકે કામ કરી રહેલા મોહમદભાઈ સાથેની તેમની મિત્રતા પર આધારિત છે. આ સ્ક્રિપ્ટમાં ગુજરાતી સંવાદોનું રૂપાંતરણ કેયુ શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
લાસ્ટ ફિલ્મ શોની 80 જેટલા પાનાની સ્ક્રિપ્ટ જેને ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઉપયોગમાં લેવામાં આવી હતી, તેમાં પાન નલિન દ્વારા દોરવામાં આવેલા સ્ટોરીબોર્ડ તથા સ્કેચનો પણ સમાવેશ થઇ જાય છે.
પાન નલિનની લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) 95મા એકેડેમી એવોર્ડમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ પંદર ફિલ્મોમાંની એક ફિલ્મ છે. 21 વર્ષમાં પહેલી ભારતીય લાસ્ટ ફિલ્મ શો ફિલ્મ છે જેને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
અમે તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા અને પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે અને યુ.એસ.માં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જયારે ઓરેન્જ સ્ટુડિયો ફ્રાન્સમાં ફિલ્મ રિલીઝ થઇ રહી છે અને શોચીકુ સ્ટુડિયો અને મેડુસા તેને અનુક્રમે જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.