સુરતમાં કિરણ હોસ્પિટલ 2 ના નિર્માણ માટે પાટીદારોએ વહાવ્યું કરોડોનું દાન, ભૂમિવંદના કાર્યક્રમમાં ઉમટી ભીડ

સુરત ખાતે SDA આરોગ્ય ટ્રસ્ટ (SDA Trust) દ્વારા નવનિર્મિત થનાર કિરણ હોસ્પિટલ- ૨ (Kiran Hospital News) દ્વારા યોજાયેલ ભૂમિ વંદના અને લોકડાયરો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ડાયરો સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. Kiran Hospital 2 ની જમીન પર યોજાયેલા ભૂમિ વંદના અને લોકડાયરાના આ કાર્યક્રમમાં આશરે ૧૨૦૦૦ લોકો હાજર રહ્યા હતા અને ભૂમિવંદના કાર્યક્રમના સાક્ષી રહ્યા હતા .

કિરણ હોસ્પિટલ- 2 (Kiran Hospital Surat) જ્યાં નિર્માણ પામવાની છે તે ભૂમિ પર SDA Trust દ્વારા ભૂમિ વંદના કાર્યક્રમમાં સુરત શહેર ના નામાંકિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી અને દાતાઓએ સેવાના આ કામમાં મન મુકીને ૧૦૦ કરોડથી વધારે નું દાન આપ્યુ હતું .

આ લોક ડાયરા કાર્યક્રમમાં આદરણીય અને લોકલાડીલા કલાકારોશ્રી ઓસમાણભાઇ મીર (Osman Mir), શ્રી માયાભાઇ આહીર, શ્રી ઘનશ્યામભાઇ લખાણી (Ghanshyam Lakhani) અને શ્રીમતી ઉર્વશીબેન રાદડિયા (Urvashi Radadiya) એ ડાયરાની રંગત જમાવી હતી.

સુરત સહીત ગુજરાતના વિવિધ સામાજીક સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, શહેરના દરેક ક્ષેત્રના વેપારીઓ, મોટા વરાછા-ઉત્રાણ- વેલંજા વિસ્તારના તમામ ભાઇઓ- બહેનો તમામ લોકોએ આ ભૂમિ વંદના કાર્યક્રમ સફળ બનાવવા માટે યોગદાન આપેલ હતું.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં નિર્માણ પામનાર કિરણ હોસ્પિટલ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહે તે હેતુથી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ હેઠળ રૂપિયા 450 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરાયું છે. જેનું નામ પણ કિરણ હોસ્પિટલ -2 આપવામાં આવ્યું છે.

આ હોસ્પિટલ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 80 કરોડની 13,000 ચોરસ વાર જગ્યા ફાળવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 450 બેડ સાથે નર્સિંગ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત આ હોસ્પિટલમાં ભવિષ્યમાં 100 બેઠકો સાથેની મેડિકલ કોલેજ શરૂ કરી શકાય તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

અહી નોંધનીય વાત એ છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં પણ કિરણ હોસ્પિટલ આવેલી છે. જયારે નવી નિર્માણ થવા જઈ રહેલી બીજી હોસ્પિટલનું નામ એક જ ડાયમંડ ઉદ્યોગપતિની કંપનીના નામ પરથી આપવામાં આવ્યા છે. આ ઉદ્યોગપતિ દ્વારા બંને હોસ્પીટલના નિર્માણમાં સૌથી મોટું દાન આપ્યુ હોવાથી નામકરણમાં તેમનું નામ જોડાઈ ગયું છે. સુરતમાં કિરણ જેમ્સના માલિક ઉદ્યોગપતિ વલ્લભભાઈ લખાણી દ્વારા રૂપિયા 25 કરોડના દાનની જાહેરાત સાથે આ હોસ્પિટલનું નામ પણ તેમણે કિરણ હોસ્પિટલ-2 રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *