ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકનાર સુરતનો હીરા વેપારી પાણીમાં બેસી ગયો- સોશિયલ મીડિયા પર જુઓ શું કહ્યું…

Challenge to Dhirendra Shastri in Surat: બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આગામી 26 અને 27 તારીખે સુરત ખાતે આવી રહ્યા છે, જેને લઈને અંધશ્રદ્ધા નિવારણ શાખા તેમજ અન્ય જાગૃત નાગરિકો દ્વારા બાબાને ખુલ્લા પડકારો ફેંકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના એક ડાયમંડ વેપારી જનક બાબરીયા (Janak Babariya)એ પોતાના પડીકા માં કેટલા ડાયમંડ છે તે અંગે સાચી વિગત ધીરેન્દ્ર શાસ્ત્રી આપે તો તેમને તમામ હીરા આપી દેવાનો ખુલ્લો પડકાર ફેક્યો ગયો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રી અંધવિશ્વાસ ફેલાવી રહ્યા છે અને ધર્મના નામે ઢોંગ કરી રહ્યા છે આ પ્રકારની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી જનક બાબરીયા એ કરી હતી. પરંતુ એકાએ તમને આ વાત સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે.

જનક બાબરીયા સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરતા કહ્યું છે કે, અંધવિશ્વાસની સામે મહેનત પડકારો ફેંક્યા હતા પણ સતત લોકોના મારા ઉપર ફોન આવવાને કારણે તેમજ મીડિયાના વ્યક્તિઓ પણ મારો સંપર્ક કરીને સમય માગતા હોવાને કારણે હું માનસિક રીતે પરેશાન થઈ રહ્યો છું તેથી હવે આવી વાતને અહીંયા જ સ્થગિત કરવા માગું છું.

સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા આ મેસેજ અંગે વધુમાં જણાવતા કહ્યું છે કે, મને લોકોને સતત ફોન આવી રહ્યા હતા જેમાં ઘણા બધા લોકો મારા સમર્થનમાં હતા. 29 વિશ્વાસ સામે લડાઈ લડી રહ્યો છું તે સાચી છે અને આ રીતે લડાઈ લડવી જોઈએ. પરંતુ માનસિક રીતે પરેશાન થતો હોવાથી ચાલી રહેલા વિવાદને હાલમાં સ્થગિત કરવા માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *