હાર્ટ એટેકએ લીધો વધુ એક યુવકનો ભોગ- સુરતમાં યુવકે દુધ પીધા બાદ 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ

Youth died of heart attack in Surat: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Youth dies of heart attack in Surat)ને કારણે અનેક લોકોના…

Youth died of heart attack in Surat: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Youth dies of heart attack in Surat)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના અંકલેશ્વરમાં હાર્ટ એટેક(heart attack in Surat)થી વધુ એક 10 વર્ષીય બાળકીનું મોત થયું છે.

સુરતમાં 40 વર્ષીય યુવકનું હ્રદય થંભી જતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. સુરતના ઉગત રોડ પર રહેતાં 40 વર્ષીય ચૈતન્ય પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દુધ પીધા બાદ યુવક અચાનક ઢળી પડ્યા હતા. જે પછી તેમની તબિયત બગડતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.આશાસ્પદ યુવકના અચાનક મૃત્યુથી પરિવાર સ્તબ્ધ છે. વધતાં હાર્ટ એટેકને લઈને તબીબે જણાવ્યું હતું કે, ખરાબ ખાવા પિવાની આદતો અને જીવન શૈલીના કારણે હાર્ટ એટેક જે અગાઉ 60 વર્ષથી ઉપરની વ્યક્તિને આવતા હતાં તે હવે નાની ઉમરના વ્યક્તિઓને આવી રહ્યાં છે. જેથી આ બાબતોને તાત્કાલિક સુધારવી ખૂબ જ અનિવાર્ય છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રક ડ્રાયવરનું શંકાસ્પદ હાર્ટ અટેકથી મોત થયું હતું. યુવકના મોતના પગલે બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. જ્યારે પત્ની પણ હાલ ગર્ભવતી છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં યુવક ટ્રક લઈ આવ્યો હતો, જ્યાં નો એન્ટ્રી હોવાના કારણે ગેટથી દૂર તેણે પોતાનું વાહન પાર્ક કરી ડ્રાયવર સીટના સ્ટેયરિંગ પર માથું મૂકી સુઈ ગયો હતો. જયારે સિક્યોરિટી ગાર્ડને યુવક બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડોકટરે આ યુવકને મૃત જાહેર કર્યો હતો.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *