દેશવાસીઓ માટે ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. હાલમાં જયારે સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણની વચ્ચે કોરોના રસીને લઈ ખુબ સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ડ્રગ રેગ્યુલેટરના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી દ્વારા ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીન (Covaxin) ના ટ્રાયલનો ભાગ બનેલા વોલેન્ટિયર્સને ત્રીજા ડોઝના ટ્રાયલની પરવાનગી આપી દેવામાં આવી છે.
બીજા ડોઝના 6 મહિના પછી અપાશે ત્રીજો ડોઝ:
SEC પાસેથી પરવાનગી મળ્યા પછી ટ્રાયલમાં સામેલ વોલેન્ટિયર્સને રસીના બીજા ડોઝના 6 મહિના પછી કોવેક્સીનનો ત્રીજો ડોઝ અપાશે. બુસ્ટર ડોઝ અપાયા પછી 6 મહિના સુધી ભારત બાયોટેક વોલેન્ટિયર્સ પાસેથી તેમના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ લેતી રહેશે. આની સાથે જ એવું પણ જોવામાં આવશે કે, એમના શરીરમાં ઈમ્યુનિટીના ઘટવા તેમજ વધવા અને નવા વેરિએન્ટથી બચત કરવામાં કેટલી મદદ મળે છે.
ત્રીજા ડોઝથી શું થશે લાભ?
ભારત બાયોટેક દ્વારા સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, કોવેક્સીનનો ત્રીજો ડોઝ અપાયા પછી કોરોના વાયરસની વિરુદ્ધ શરીરની ઈમ્યુનિટી અનેક વર્ષો માટે વધી જશે. આની સાથે જ કોવિડ-19ના નવા વેરિએન્ટથી પણ રક્ષણ મળશે તેમજ નવા સ્ટ્રેન મ્યુટેશન કરીને ઉત્પન્ન થઈ શકશે નહીં. ત્યારપછી એક્સપર્ટ પેનલ (SEC) એ બુસ્ટર ડોઝની પરવાનગી આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.