કોરોના વાયરસને કારણે ગઈકાલે પ્રથમ મોત નોંધાયા બાદ ભારતમાં બીજું મોત થયાની પુષ્ટિ થઈ છે.
બીજું મોત દિલ્હીમાં 69 વર્ષીય વૃદ્ધનું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
Delhi: Death of a 68-year-old woman from West Delhi (mother of a confirmed case of COVID-19), is confirmed to be caused due to co-morbidity (diabetes and hypertension). She also tested positive for COVID-19. https://t.co/hmqARvTVv5
— ANI (@ANI) March 13, 2020
છત્તીસગઢ રાજ્યની તમામ હાઈસ્કૂલો અને યુનિવર્સિટીઓ કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવા 31 માર્ચ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. દિલ્હી સરકારે અગાઉ જ આ જાહેરાત કરી દીધી છે.
કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ભારત પણ તેનાથી અછુતુ નથી. ભારતમાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું નિધન થયું છે તો બીજી બાજુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ વધીને 81 થઈ ગઈ છે. જોકે ભારતે આ રોગ પર ઘણા ખરા અંશે નિયંત્રણ મેળવી લીધું છે. પરતું એવામાં બીજા મોતના અહેવાલો આવતા સ્વાસ્થ્ય તંત્ર દોડતું થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.