સુરતમાં છેલ્લા 24 કલાકમાં બીજું અંગદાન, પાટીદાર પરિવારે મોતના માતમ વચ્ચે પણ પાંચ લોકોને નવજીવન આપી માનવતા મહેકાવી

ડાયમંડ સિટી સુરત (Diamond City Surat) હવે ઓર્ગન ડોનર સીટી (Organ Donor City Surat) તરીકે પણ ઉભરી આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં (Second organ donation in last 24 hours in Surat) વધુ એક પરિવારે મોતના માતમ વચ્ચે અંગદાનનો નિર્ણય કરીને માનવતાની મહેક ફેલાવી છે. સુરતના લેવા પટેલ સમાજના 26 વર્ષીય જેનિસ વલ્લભભાઈ ગુજરાતી બ્રેઈન ડેડ (Brain dead) જાહેર થયા હતા. ત્યારે જેનીશ ભાઈના પરિવારે, અંગદાનનો નિર્ણય કર્યો હતો અને જેનીસની કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરીને પાંચ લોકોને નવજીવન આપ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના માંડવી ગામના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતો જેનિસ ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેનીશ ગત સાત જૂનના રોજ સવારે 7:30 વાગ્યે ઘરેથી ઓફિસ જવા નીકળ્યો હતો. સવારે 9:30 વાગે પોતાના સાથી કર્મચારીને નાસ્તો કરીને આવું કહીને નીકળ્યો હતો. પરંતુ લાંબા સમયે જેનીશ પરત ન ફરતા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે કોઈપણ જગ્યાએ તેની જાણ ન થતા તેને ફોન કર્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ જેનીશના ફોનમાં વાત કરતા જણાવ્યું કે, ‘જે વ્યક્તિ નો ફોન છે તે ભાઈ જીલાની બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયા છે.’

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો અને આજુબાજુના માછીમારો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જેનીસને બહાર કાઢી તાત્કાલિક સારવાર છે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યારે તબીબોએ સીટી સ્કેન કર્યું ત્યારે જાણવા મળ્યું કે, જેનીશને બ્રેન હેમરેજ છે, જેનું નિદાન પણ થયું છે. પરિવારે વધુ સારવાર માટે જેનીશ ને કિરણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તારીખ 8 જૂનના રોજ કિરણ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટરે જેનીસને બ્રેઈન ડેડ જાહેર કર્યો. ત્યારે જેનીશના પરિવારે શોકના માહોલ વચ્ચે પણ અંગદાનનો નિર્ણય લઈને પોતાની માનવતાની ફરજ નિભાવી હતી.

જેનીશના પિતા વલ્લભભાઈ અને માસા અરવિંદભાઈએ જણાવતા કહ્યું કે, અમે વારંવાર ન્યુઝમાં અને સમાચાર પત્રમાં અંગદાનની ઘટના વિશે જાણતા આવ્યા છીએ. Youtube અને facebook માં પણ અંગદાનના અનેક વિડીયો જોયા છે. ત્યારે અમને લાગ્યું કે આ ખૂબ જ સમાજ ઉપયોગી કાર્ય છે. મૃત્યુ પછી તો શરીર રાખ જ થઈ જવાનું છે, તેના કરતાં સારું છે કે અંગદાનથી કોઈ જરૂરિયાત દર્દીઓને નવજીવન મળે. અમારો દીકરો બ્રેઈન ડેડ થયો છે, ત્યારે અમે પણ અમારા જેનિસનું અંગદાન કરાવશું. અમારો જેનીશ તો પાછો આવવાનો નથી, પરંતુ આ દુનિયામાં તે જીવી રહ્યો છે તેવી લાગણી અનુભવાશે.

આવી રીતે ભારે હૈયે જેનીસના પરિવારજનોએ જેનીશના અંગદાનની મંજૂરી આપી. જેનીશ ના પિતા વલ્લભભાઈ રત્ન કલાકાર તરીકે પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા ભાવનાબેન, બહેન જીનલ અને શીતલ જેવું પરણિત છે. અને ભાઈ નિખિલ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યો છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા જેનીશનું લીવર અને કિડની સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવી. સાથે જ જેનીશ ની ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડોક્ટર સંકેત શાહે સ્વીકાર્યું.

દાનમાં મળેલી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની 37 વર્ષે યુવતીમાં, બીજી કિડની નું ટ્રાન્સલેટ સુરતના 32 વર્ષે યુવકમાં, લીવરનું ટ્રાન્સલેટ નવસારીના રહેવાસી 29 વર્ષીય યુવકમાં સુરત કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. સાથે જ બે ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *