ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. મતદાનના બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.
PM મોદી અમદાવાદમાં મતદાન કરશે તો તેમના માતા હીરા બા ગાંધીનગરમાં મતદાન કરશે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના નારણપુરા તથા વડોદરાની પાદરા સીટ પર EVM ખોટવાયું છે. જ્યારે મોડાસાના સીકામાં પણ EVM ખોટવાયું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના અટલાદરમાં જ્ઞાન વત્સલ સ્વામી સહિત સ્વામિનારાયણના સંતો મતદાન કરવા માટે આવ્યા હતા.
આ બેઠકો ગણાય છે હાઈપ્રોફાઇલ બેઠકો:
મહત્વનું છે કે, આજે જે સીટ પર મતદાન થઈ રહ્યું છે તેમાં મહત્ત્વની ગણાતી બેઠકોમાં અમદાવાદ ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ,વડગામ ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલું, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠકોનો સમાવેશ થાય છે.
આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરાના લોકો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.