એક તરફ રથયાત્રાનો આનંદ, તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓના ઢીમ ઢાળી દીધા; ઓપરેશન યથાવત

Jammu-Kashmir Terror Attack: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અલગ-અલગ અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા હતા, સંરક્ષણ અધિકારીઓએ(Jammu-Kashmir Terror Attack) રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટર થયા હતા અને હજુ પણ ચાલુ છે.

ઓપરેશનમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા
મોદરગામ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ થઈ હતી. થોડા કલાકો પછી, જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં બીજું એન્કાઉન્ટર થયું.

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે કુલગામમાં ચાલી રહેલા ઓપરેશનમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા હતા. અભિયાન હજુ પણ ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં ‘વધારો’ જોવા મળ્યો છે. એડીજીપી આનંદ જૈને કહ્યું કે જૂનમાં જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ, ભદરવાહ સેક્ટરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારે ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા હતા

આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રહેશે
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરધીએ એન્કાઉન્ટર સ્થળોની મુલાકાત લીધી અને કહ્યું કે આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રહેશે. ગયા મહિને, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના બે ટોચના કમાન્ડર, પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન એક ઘરમાં ફસાયા હતા.