સુરત શહેરમાં ત્રણ દિવસમાં બીજી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ અગાઉ પણ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે હાલમાં સુરતના અડાજણ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં નવા બાંધકામની સાઈડની બાજુમાં તૈયાર થય રહેલી બિલ્ડીંગમાં ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને ધાબા પર લઇ જઈને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.
અડાજણ પોલીસની સાવચેતી અને સતર્કતાને કારણે બાળકી સહી સલામત હાલતમાં મળી આવી હતી. અડાજણ વિસ્તારમાં બાંધવામાં આવતી નવી સાઇડમાં મજૂરી કરીને રળતા પરિવારની સાડા ચાર વર્ષની દીકરી ગુરુવારના રોજ બપોરે 2 વાગ્યે ગુમ થઇ હતી. જયારે પરિવારને આ અંગે જાણ થઇ ત્યારે બાળકીની શોધખોળ કરવાની શરૂઆત કરી હતી. 3 થી 4 કલાક સુધી ગોતવામાં આવી પરંતુ કોઈ પતો મળ્યો ન હતો.
જયારે બીજી બાજુ અડાજણ પોલીસને સાડા ચાર વર્ષની બાળકી ગુમ થઇ હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો. આ મેસેજને લઈને પીઆઈ સહિતના સ્ટાફે નવા બાંધકામની સાઈડ પર તેમજ તેમની આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની અન્ય ટીમ આજુબાજુના વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી જેમાં એક સિક્યુરીટી ગાર્ડનો ડ્રેસ પહેરીને આ બાળકીને લઈને જતો દેખાઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજને આધારે બાજુમાં રહેલી બિલ્ડીંગમાં સિક્યુરીટી ગાર્ડ તરીકેની ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને ધ્યાનમાં લઈને પોલીસે બાજુની બિલ્ડિંગના ટેરેસ પર પહોચી ત્યારે તેમને ત્યાં રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી.
બાળકીના ગુપ્તાંગમાં ઈજાના નિશાન હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. જેને ધ્યાનમાં લઈને પોલીસે મેડીકલ પરીક્ષણ માટે નવી નજીકની સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. જયારે બીજી બાજુ પોલીસને આરોપીના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આરોપીનું નામ શિવનારાયણ જયરાજસિંહ છે. જેમની ઉમર 31 વર્ષની છે, જે મૂળ યુપીનો રહેવાસી છે. અડાજણ પોલીસે મોદી રાત્રે બળાત્કારનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.