આજકાલ હત્યાના વધતાં કેસોમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધ દંપત્તિની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ જ્યંતિભાઈ ભરવાડે સૌથી પહેલા ચાર હત્યારાઓને ભાગતાં જોયા હતાં. જ્યંતિભાઈએ જણાવ્યું હતું કે, સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ હું કેબિન પાસે બેઠો હતો. આ દરમિયાન અશોકભાઈના બંગલામાંથી ચાર લોકોને બહાર જતાં જોયાં હતાં.
જ્યંતિભાઈએ વધુમાં કહ્યું હતું કે, બંગલામાંથી ચાર જણા પહેલા ઘરેથી બહાર નીકળ્યા હતાં પરંતુ બાદમાં તેઓ ખૂબ ઝડપથી દોડીને ભાગી ગયાં હતાં. મને શંકા જતાં હું બંગલામાં ગયો હતો. અંદર જતાં જ જોયું તો જણા મળ્યું કે, ગાડીનો દરવાજો ખુલ્લો હતો અને મુખ્ય દરવાજો તૂટેલો હતો. આ ઉપરાંત અશોકભાઈ બહારના રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. આ ઘટનાને જોતાં જ હું તરત બહાર જઈને બાજુમાં રહેતા પાડોશી હર્ષદભાઈને બોલાવવા ગયો હતો. તેઓને મેં જાણ કરી કે આવી ઘટના બની છે. જેથી હું તેમની સાથે અંદર રૂમમાં ગયો હતો. ડ્રોઈંગ રૂમમાં અશોકભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડીઓમાં પડ્યો હતો. ત્યારબાદ સોસાયટીમાં લોકોને જાણ કરતા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક બંગલોઝમાં આવી પહોંચી હતી.
હત્યાની ઘટના બની ત્યારે એક નંબરમાં રહેતા પાડોશી મનિષાબેને જણાવ્યું હતું કે, હું રોજ સવારે ચાલવા જતી હતી ત્યારે ચાલીને પરત એવું ત્યારે અશોક કાકા ગાડી જ સાફ કરતા હોય અને ગાડીમાં જૂના ગીતો પણ વગાડતા હોય છે. આજે પણ હું ચાલીને આવી ત્યારે અશોક કાકા ગાડી સાફ કરતા હતા પણ ગીતો નહોતા વાગતા જેથી મે તેમને પૂછ્યું કે, ગીતો કેમ બંધ છે તો તેમને કહ્યું કે, ગાડીમાં મચ્છર આવી જાય છે.બાદમાં જ્યોત્સના કાકી સાથે આજે ચકરી પાડવાની હતી તો તેમને પણ પૂછ્યું કે, કાકી ચકરી પાડવી છે કે પછી? તો કાકીએ કહ્યું કે, તું નાહી લે પછી ચકરી પાડીએ, જેથી હું નાહવા ગઈ હતી. નાહીને જેવી બહાર આવી તરત ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે, મનિષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે.
જેથી મે બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ હતાં પછી મે વિચાર્યુ કે, કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે પરંતુ બંને વાહનો પણ પાડયા હતા. જેથી મે ચોકીદારને કહ્યું કે, તમે અંદર જઈને જોવો ત્યારે ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો. જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો નીચેના બેડ રૂમમાં અશોક કાકા લોહીથી લથપથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા હતા. આ જોતા જ મને ધ્રાસકો લાગ્યો અને મે આસપાસના લોકોને બોલાવ્યા અને મારા મોબાઈલમાંથી એમબ્યુલેન્સ અને પોલીસને જાણ કરી. તેણે જણાવ્યું કે, મારે કાકા કાકી સાથે ઘર જેવા સબંધ છે. આ ઘટના અમદાવાદના થલતેજમાં હેબતપુર રોડ પર સ્થિત શાંતિવન પેલેસ બંગલોઝમાં 2 નંબરના બંગલામાં સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle