ગુજરાતમાં આવેલ સુરતના ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાના પુત્ર (32) કૌમીલ દૂધવાલાનું અપહરણ કરવામાં આવ્યા બાદ મોડી સાંજે છુટકારો થયો હતો.નજીકના બંગલાઓનું સીસીટીવી ચેક કરતા એક સફેદ કલરની સ્કોડા કાર દેખાઇ હતી. જો કે કારનો નંબર દેખાતો ન હતો. એકાદ કલાક પછી અપહરણકર્તાઓએ વેપારીના પુત્રના મોબાઇલથી તેના પિતાને કોલ કરી 3 કરોડની ખંડણી માંગી હતી.
અપહરણકર્તાઓએ સવારે 8.30 વાગ્યેથી કોલ કરવાના શરૂ કર્યા અને લગભગ ખંડણીના 7 થી 8 કોલ કર્યા હતા. ખંડણીમાં 3 કરોડની માંગણી કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે અપહરણકર્તાઓ બપોરે 04.30 બાદ કૌમીલને કામરેજ છોડી નાસી ગયા હતાં. છુટકારા બાદ કૌમીલે વરાછા આવી રિક્ષા ચાલકના મોબાઇલમાંથી પરિવારજનોને જાણ કરી હતી.
ગુરૂવારે રોજની જેમ કૌમીલ બાઇક પર વહેલી સવારે 6.54 કલાકે જીમ જવા માટે નીકળ્યો હતો. ઘરેથી નીકળતા જ 350 મીટરના અંતરે કૃષ્ણકુંજ સોસાયટીના નાકા પાસે સ્પીડ બ્રેકર આવતા બાઇક ધીમી પાડતા અપહરણકર્તાઓએ બાઇકને ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરજસ્તી કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યા પોલીસને પુત્રની બાઇક અને બુટ પડેલા મળી આવ્યા હતાં.
ખોજા સમાજના વેપારીપુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી. હાલ પોલીસના ડીસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે તપાસ કરી રહ્યો છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પૈસા માટે ફોન આવ્યા બાદ પોલીસે યોજના બનાવી હતી. અપહરણકર્તાઓને દબોચી લેવા રૂપિયા ભરેલી બેગ સાથે પરિવારજનોને અલગ-અલગ પાંચ ગાડીઓમાં રવાના કર્યા હતાં. જો કે દરેક ગાડીઓમાં પોલીસના જવાનો પણ હતાં. અપહરણકર્તા પાસે પરિવાર પહોંચે તે પહેલા જ કૌમીલનો છુટકારો થયો હતો.
અપહરણકર્તાઓએ પહેલા 3 પછી 2 છેલ્લે 1 કરોડ માંગ્યા હતાં
અપહરણકર્તાઓ હિંદીમાં વાત કરતા હતા. શરૂઆતમાં 3 કરોડની ખંડણી માંગી પછી પરિવારે આટલી મોટી રકમ ન હોવાની વાત કરી તો પછી 2 કરોડ પર આવ્યા છેવટે 1 કરોડ ખંડણી માંગી હતી. વેપારીના પુત્રને અપહરણકર્તાઓએ કારમાં સુરત જિલ્લાના ગામડાઓમાં કીમ, માંડવી, કઠોર, તડકેશ્વર જેવા વિસ્તારોમાં ફેરવતા રહ્યા હતા. અપહરણ કર્તાઓ પાસે હથિયાર હોવાને કારણે વેપારીનો પુત્ર ડરી ગયો હોય જેના કારણે તે કંઈ બોલી શકતો ન હતો. વેપારીના પુત્રનું ગેંગ દ્વારા અપરહણ કર્યા હોવાનું પોલીસને અનુમાન છે.
જુઓ કેવી રીતે સુરતમાં વેપારી દીકરાનું કરાયું અપહરણ અને મંગાઈ બે કરોડની ખંડણી- વિડીયો થયો વાઈરલ pic.twitter.com/LpWrayQdU4
— Trishul News (@TrishulNews) January 29, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle