સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી ગેરકાયદેસર ચાલતા ગોરખધંધાના કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સતત વોચ રાખીને આવા ઘંધાને ઝપી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, સુરતના ઉમરા ગામના નવો નવસાત મહોલ્લાના એક મકાનમાં પોલીસ દ્વારા રેડ કરી ડુપ્લિકેટ ભારતીય બનાવટનું ઈંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાંથી પોલીસ દ્વારા અલગ-અલગ કંપનીની ડુપ્લિકેટ કરેલી દારૂની બોટલ અને કેમિકલ મળી કુલ રૂપિયા 36850ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવી છે અને આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ઉમરા પોલીસે જણાવ્યું હતું કે, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ સાગર પોલીસ કોન્સ્ટેબલ બાવભાઇને આ અંગે પોલીને જાણકારી મળતા પોલીસે ગઈકાલે ઉમરા ગામના મીતલના મકાનમાં દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી એક યુવાન મળી આવ્યો હતો. જેણે પોતાનું નામ કલ્પેશ ઉર્ફે લાલો રામચંન્દ્ર સામરીયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક દોડી રેડ કરતા જમીન દલાલ કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયાને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, પોલીસને મકાનમાં ઈંગ્લિશ દારૂના બનાવવા માટે અલગ-અલગ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. કલ્પેશની પુછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે, તેણે ડુપ્લીકેટ દારૂની અલગ-અલગ બોટલ તૈયાર કરી આ દારૂ વિદેશી દારૂ જ લાગે તે રીતે તૈયાર કરી તેનું વેચાણ કરતો હતો.
પોલીસ દ્વારા કલ્પેશ ઉર્ફે લાલો જે મકાનમાં દારૂ બનાવતો હતો તેમાંથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો બોટલ, કલર, દારૂની માલ્ટ કેમિકલ આલ્કોહોલ, એસેન્સ કેમિકલ આલ્કોલ, પ્લાસ્ટીકે કેરબા, હેન્ડપ્રેસીંગ મશીન, 200 લીટરનું પ્લાસ્ટીકનું પીપ, રોયલ સ્ટેજ વ્હીસ્કીની 180 મીલીની 780 બોટલો, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની 180 મીલીની બોટલના 3112 બુચ, અલગ-અલગ કંપનીની વ્હીસ્કીના લોગો સ્ટીકર, દારૂમાં આલ્કોહોલની માત્રા ચેક કરવાના આલ્કોહોલ મીટર મળી કુલ રૂપિયા 36850ની મત્તા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.