જુઓ અત્યારે કેવી દેખાય છે ‘પારલે જી’ બિસ્કિટના પેકેટ પર રહેલી નાનકડી બેબી

Published on: 12:25 pm, Tue, 13 July 21

સોસીયલ મીડિયામાં ઘણા સમયથી એવી વાતો થઇ રહી છે કે, ખરેખરમાં ‘પારલે જી’ બિસ્કિટના પેકેટ પર રહેલી આ બાળકી છે કોણ? આવા સવાલો વચ્ચે ઘણા લોકોએ ગમેતેવા ફોટા સોસીયલ મીડિયામાં ચડાવી દીધા હતા. પરંતુ આ લેખ વાંચી તમને હકીકતની જાણ થશે. પાર્લેજી ગર્લ તરીકે અવારનવાર ઘણી તસ્વીરો સામે આવી છે.

આજે લોકોના સ્વાદ બદલાઈ ગયો છે. લોકો હવે પાર્લેજી બિસ્કીટને બદલે અન્ય બિસ્કીટ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એક વાત તો સત્ય છે કે હજુ ઘણા લોકો પાર્લેજીનો સ્વાદ ભૂલી શક્યા નથી. શું તમે ક્યારે પાર્લેજીના બિસ્કીટ પર રહેલી છોકરી વિષે જાણવાની કોશીશ કરી છે. તો આજે અમે તમને આ છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની તસ્વીર પાર્લેજી પેકેટ પર બનાવવામાં આવે છે અને આપણે તેણે પાર્લેજી ગર્લ કહીએ છીએ.

આજે તમને આ યુવતી વિશેનું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. તમને આજદિન સુધી આ સવાલ તમારા મનમાં થતા હશે કે, આ પારલે જી છોકરી કોણ છે? અને તે આજે ક્યાં છે અને તે શું કરે છે? આજે તમને આ તમામ સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ.

સોશિયલ મીડિયામાં તમે જે પાર્લેજી બિસ્કીટના પેકેટ પર જે છોકરીનો ફોટો જુઓ છો તે છોકરી દાદીની ઉંમરની છે. આ છોકરીનું નામ નીરુ દેશપાંડે હોય તેવું જાણવા મળ્યું છે તે સમાચાર સાવ ખોટા છે. તેમનું મુખ્ય કારણ છે કે પાર્લેજી ગર્લ વિશે ઘણી વસ્તુઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને લોકોના મનમાં પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને તેમના યોગ્ય જવાબો મળી શકે. આજે અમે તમને આ પાર્લેજી છોકરી વિશે શું સત્ય છે તેમના વિષે જણાવીશું.

તમને જાણીને નવાઈ લાગશે કે તમે જે છોકરીની તસ્વીર પાર્લેજીના પેકેટ પર જુઓ છો, વાસ્તવિકતામાં આ પ્રકારની દુનિયામાં આવી કોઈ છોકરી નથી. તમને જણાવી દઈએ કે, નીરુ દેશપંડે પાર્લેજી છોકરી નથી. પરંતુ તે ફક્ત ને ફક્ત પાર્લેજી માટે જ મોડેલિંગ કરીને એક તસવીર આપી હતી અને તે જ તસ્વીર પાર્લેજીની ઓળખ છે.

સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશપંડેએ પાર્લેજી પેકેટ માટે આ તસવીર આપી હતી. ત્યારે તેની ઉંમર ચાર વર્ષ અને ત્રણ મહિનાની હતી અને નીરુ દેશપંડે નાગપુરની રહેવાસી છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો આ ચિત્ર ફક્ત પાર્લેજીના પેકેટ પર છાપવાનું પસંદ કર્યું હતું. આ ચિત્ર કોઈ છોકરીનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.