પિતાની મજબુરી જોઈ સાતમું પાસ ખેડૂતપુત્રએ બાઇકના એન્જિનથી બનાવી નાખ્યું ટ્રેકટર- મોટા ટ્રેકટરો પણ ના કરી શકે એ…

છોટાઉદેપુર(Chotaudepur): કહેવાય છે ને કે, મક્કમ મનોબળ અશક્ય કામને પણ શક્ય કરી દે છે… ત્યારે હાલ આ કહેવતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર સાત ધોરણ ભણેલા 18 વર્ષીય યુવાને પોતાની કોઠાસૂઝથી બાઇકના એન્જિનમાંથી મિની ટ્રેકટર(Tractor) બનાવ્યું છે. જાણવા મળ્યું છે કે, આ યુવાનના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે વધારે ભણી ન શક્યો, તેમ છતાં પણ તેણે ક્યારેક તો ભણેલા એન્જિનિયરો(Engineers) પણ ન કરે તેવું કાર્ય કરી બતાવ્યું છે.

આર્થિક પરિસ્થિતિના લીધે ભણતરમાં અડચણ આવી:
મળતી માહિતી અનુસાર, 18 વર્ષીય નંદીશ નાયકા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામનો રહેવાસી છે. નંદીશે માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેને તો વધારે ભણવું જ હતું, પરતું પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે વધારે અભ્યાસ કરી શક્યો ન હતો. ત્યારે ગરીબીમાં ઊછરેલા નંદીશનું કંઇક અલગ કરી બતાવવાનું જન્મથી સપનું હતું, પણ તે ભણી ન શક્યો.. તો ઘરેથી બસ મનમાં ગાંઠ વાળીને નીકળી પડ્યો હતો.

ખેતી પણ કઈ રીતે કરવી?
આ દરમિયાન નંદીશ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠેકઠેકાણે મજૂરી કરીને થોડી રકમ એકઠી કરી અને પરત પોતાના ગામે ફર્યો હતો. નંદીશનાં માતા-પિતા ખેતી સાથે સંકળાયેલા હોવાથી ઘરે પરત ફરીને નંદીશ તેમને ખેતીમાં મદદ કરવા લાગ્યો, પણ એમાં તકલીફ એ હતી કે ટેકનોલોજીના જમાનામાં ટ્રેકટરની વાત દૂર રહીં, પણ તેના પરિવારમાં બળદ પણ નહોતા, જેથી ખેતર ખેડવામાં બહારથી ભાડેથી ટ્રેકટર મગાવવું પડતું હતું અને એ પણ પરિવારને પોસાતું નહોતું. આ બધું નજરે જોયા બાદ નંદીશે નક્કી કર્યું હતું કે હું ટ્રેકટર બનાવીશ.

રિવર્સ ગિયરની તકલીફ ઊભી થઈ:
આવું નક્કી કર્યા બાદ નંદીશે પોતાની એક જૂની બાઈકનું એન્જિન કાઢી રિપેર કરીને તૈયાર કર્યું, ત્યાર બાદ અલગ અલગ જગ્યાયેથી જરૂરી સમાન લઈ આવ્યો અને ઘરે જ વેલ્ડિંગ કરીને ખૂબ નાનું ટ્રેકટર બનાવી દીધું. આ ટ્રેકટર બનાવવામાં અનેક અડચણો પણ ઊભી થઈ હતી, જેમ કે ટ્રેક્ટર બનાવવા બાઈકનું એન્જિન લગાવ્યું તો એમાં આગળના ચાર ગિયર જ હતાં, રિવર્સ ગિયર નહોતું. એટલે નંદીશે પોતે બાજુના ગામમાં જઈને બાઇકના જરૂરી ચક્કર લઈ આવી પોતાની આગવી આવડત કામે લગાવી રિવર્સ ગિયર પણ બનાવ્યું હતું.

ટ્રેક્ટર તો તૈયાર થઈ ગયું સાધનો વગર, ખેતર કંઈ રીતે ખેડવું?
ત્યારે ટ્રેક્ટરમાં બાઇકનું એન્જિન લગાવ્યું હોવાથી એ પેટ્રોલથી ચાલે, એટલે પેટ્રોલ ભરવા માટે જુગાડ કરી પ્લાસ્ટિકની બોટલ લગાવી દીધી અને એમાંથી પાઇપ કાઢીને એન્જિનમાં પેટ્રોલનો સપ્લાય આપ્યો, સાથે વાયરિંગ પણ કર્યું. આમ ટ્રેક્ટર તો તૈયાર થઇ ગયું, પણ ખેતર ખેડવા અન્ય સાધનોની જરૂર પડે, એટલે નંદીશે બીજો એક જુગાડ કર્યો, બાજુના ગામમાંથી લોખંડની એંગલો લાવી એમાંથી ઘરે જ કલ્ટિવેટર બનાવીને ખેતર ખેડવાનું ચાલુ કરી દીધું હતું.

હવે મોટું ટ્રેક્ટર બનાવવું સપનું:
જાણીને તમે ચોકી ઉઠશો કે, આ ટ્રેકટર બનાવવા માટે નંદીશને લગભગ દોઢથી બે વર્ષનો સમય લાગ્યો હતો. તેમજ લગભગ 30 હજાર જેટલો ખર્ચ લાગ્યો છે. આ સાથે જ મિની ટ્રેક્ટરની સફળતા બાદ હવે નંદીશને વધારે આગળ વધવાની ધગશ છે. નંદીશે જણાવ્યું હતું કે હવે મારે મોટું ટ્રેક્ટર બનાવવું છે. નંદીશની આ કામગીરીથી તેના પરિવારજનો ખૂબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *