મમ્મીને કાકા સાથે શરીર સુખ માણતા જોઈ ગયો ૬ વર્ષનો દીકરો, માતાની હાજરીમાં કાકાએ ઠંડા કલેજે પતાવી દીધો

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં અપહરણના કિસ્સા સતત વધી રહ્યા છે. ધોળા દિવસે નાના બાળકોનું અપહરણ થતું હોય છે. આ દરમિયાન અમદાવાદના જાલમપુર ગામમાં એક 6 વર્ષના છોકરાના અપહરણનો ભેદ ઉકેલાયો છે. જેમાં આ બાળકનું અપહરણ બાદ ઘાતકી હત્યા અન્ય કોઇએ નહીં પરંતુ તેની જ માતા અને કાકાએ કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

હત્યા બાદ મૃતદેહને પણ સગેવગે કર્યો હતો અને જાણે તેમણે કાંઇ નથી કર્યું તેમ છેલ્લા અઢી વર્ષથી ફરી રહ્યાં હતા. જાણવા મળ્યું છે કે, સપ્ટેમ્બર 2018માં 6 વર્ષનો હાર્દિક અચાનક ઘરની બહારથી જ ગુમ થઇ ગયો હતો. જોકે, પોલીસ દ્વારા આ ભેદ ઉકેલાતા આરોપી બાળકનાં કાકા રમેશ ઉર્ફે કટો નવઘણભાઈ પટેલ તથા માતા જોસના જગદીશભાઈ પટેલને ઝડપી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, વિરમગામ તાલુકાનાં જાલમપુર ગામમાં રહેતા નવઘણભાઈ કોદાભાઈનો 6 વર્ષનો પૌત્ર હાર્દિક 28 સપ્ટેમ્બર, 2018એ ઘર પાસેથી જ ગુમ થઇ ગયો હતો. ઘણી શોધખોળ છતાં હાર્દિકની કોઈ ખબર મળી ન હતી. ત્યારબાદ તેમણે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવઘણભાઈ પત્ની પાર્વતીબહેન, મોટો પુત્ર જગદીશ, તેની પત્ની જોસના, બંનેનાં સંતાનો હાર્દિક અને 3 વર્ષીય પુત્રી શ્રદ્ધા તથા અપરીણિત નાનો પુત્ર રમેશ ઉર્ફ કટો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.

જાણવા મળ્યું છે કે, 28 સપ્ટેમ્બર, 2018ના એ દિવસે મોટો દીકરો જગદીશભાઈ ખેતરમાં કામ કરવા ગયા હતા. પાર્વતીબહેન કોઇ કામ માટે વસવેલિયા ગયાં હતાં. નાનો દીકરો રમેશ વિરમગામ નોકરી કરવા ગયો હતો. જોસના પુત્રી શ્રદ્ધાને લઈને તળાવે કપડાં ધોવા ગઈ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ઘરમાં નવઘણભાઈ એટલે દાદા અને હાર્દિક જ હતા. દાદી પાર્વતીબહેને પૌત્ર હાર્દિકને ચોકલેટ ખાવા માટે રૂપિયા આપ્યા હતા એટલે તે નજકની કરિયાણાની દુકાને ચોકલેટ લેવા ગયો હતો. ત્યારબાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. ઘણીવાર થતા તે ઘરે ન આવ્યો તેથી દાદએ તેની શોધખોળ શરૂ કરી. પરંતુ, તેની ભાળ ક્યાંયથી પણ ન મળી.

જેથી તેમણે નાના દીકરા રમેશને ફોન કર્યો હતો. હાર્દિક ક્યાંયથી પણ ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, હાર્દિકની માતા જોસના અને દિયર રમેશને આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને તેવી હાલતમાં જોઈ ગયો હતો. જેથી જો હાર્દિક પરિવાર કે ગામમાં કોઇને કહી દેશે તો તેમના આ સંબંધની બધાને જાણ થઇ જશે. આ ડરનાં કારણે માતા અને કાકાએ ભેગા થઇને હાર્દિકનું અપરહરણ કરી મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.

ત્યારબાદ માતા અને કાકા 28 સપ્ટેમ્બર, 2018ના રોજ હાર્દિકને ખેતરમાં ઉઠાવી ગયાં હતાં. આ દરમિયાન કાકા રમેશે હાર્દિકનું ગળું દબાવી તેનું મૃત્યું નીપજાવ્યું હતુ. તેમજ બાજુના ખરાબાની બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. મૃતદેહના અવશેશોને માટી અને રાખ સાથે કોથળામાં ભરી રેતીના ઢગલામાં દાટી દીધો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રમેશ નોકરીએ અને જોસના ઘરે જતી રહી હતી. જાણવા મળ્યું છે કે, બીજા દિવસે રમેશે કોથળો કાઢીને બાજુમાં આવેલી ગટરમાં નાખી પુરાવાનો નાશ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *