કોરોનાની મહામારી માં દર્દીઓની સારવાર કરતાં કરતાં દેવદૂત સમાન અનેક ડૉક્ટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે પોતાના જીવની પણ પરવા કર્યા વિના દર્દીની સારવાર ને પ્રાથમિકતા આપનાર ડોકટરોની હજુ ખોટ નથી. કોરોના સામે ઝઝૂમી રહેલા એક ડૉક્ટરે પોતાના જીવની પરવા કર્યા વિના મોતના દ્વારે પહોંચેલા એક દર્દીને બચાવી લીધો હોવાનો કિસ્સો સુરતમાં બનવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ 9 August 2020 ના રોજ સુરતના BAPS હોસ્પીટલના કોવિડ વિભાગમાં ICU માં રાખેલ એક દર્દી નુ ઓક્સીજન લેવલ અચાનક ઘટવા લાગ્યુ,એના ફેફસા કોરોના સામે હાર માની બેઠા અને ઇન્ટુબેશન કરી વેન્ટીલેટર પર મુકવાની જરુરીયાત ઉભી થઇ, ત્યાંના અનુભવી ડોક્ટર એ પોતાની રીતે બધા પ્રયત્નો કર્યા પણ દર્દી ની સાંકડી શ્વાસનળી મચક આપતી ન હતી. આવા કિસ્સામાં એનેસ્થેટીસ્ટ ડોક્ટર જ નળી નાખવાનુ હુનર ધરાવતા હોય છે. પણ એ ગણતરીની મીનીટોમાં એનેસ્થેટીસ્ટ લાવવા ક્યાથી ? જો 3 થી 5 મીનીટ મા ઇન્ટુબેટ ના થાય તો દર્દી જીવ ગુમાવે તેવી સ્થિતિ હતી.
ત્યારે આજથી કોવિડ ICU વિભાગમાં જ કોરોનાથી સંક્રમિત થયેલા અને હાઈ ફ્લો ઓક્સિજન પર કોરોના સામે ઝઝૂમી રહેલા ડો સંકેત મહેતાના કાન સુધી આ વાત પહોંચી. ડો.સંકેત આ દર્દી માટે ભગવાન બનીને આવ્યા. પોતે સક્ષમ ના હોવા છતાં પણ પોતાની ડોક્ટર તરીકેની ફરજ નિભાવવા માટે તેઓ પોતાના શરીરમાં જેટલી હતી એટલી શક્તિને કેન્દ્રિત કરીને ઉભા થયા અને દર્દી સુધી પહોંચ્યા અને દર્દી ને ઇન્ટુબેટ કરી તેનો જીવ બચાવ્યો. ડૉ. મહેતા પહેલા BAPS હોસ્પિટલમાં ફરજ બજાવી ચુક્યા હતા અને હાલ કોરોના સંક્રમિત હોવાથી સારવાર હેઠળ અહીં જ દાખલ થયા હતા.
ડોક્ટર સંકેત આ દર્દી માટે સાચા અર્થમાં મસિહા સાબિત થયા. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 200 જેટલા ડૉક્ટરોએ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP