રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાચી સાબિત કરતો એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. રાંદેરમાં વિયર કમ કોઝવેમાં આજે સવારે પાણીમાં ડુબી રહેલી બાળકી અને તેની માસીને શહેર પોલીસજવાને યુનિફોર્મમાં પોતાના જીવની પરવાહ કાર્ય વિના જ વિયરના પાણીમાં છલાંગ લગાવીને બંનેને બહાર કાઢતા જીવ બચી ગયો હતો.
સુરતના કતારગામમાં મોતી પેલેસમાં રહેતા અને શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રામસીંગ રબારી આજે સવારે તા.૦૪/૦૨/૨૦૨૦ના રોજ નાઇટ ડયુટી કરીને બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રાંદેર તરફના કોઝવે પર લોકોનુ ટોળું જોઇ તેઓ ત્યાં ઉભા રહ્યા હતા. ત્યારે બાળકી અને મહિલાને પાણીમાં ડુબતા જોયા હતા.
આ જોઇને રામસીંગ રબારી યુનિફોર્મમાં જ પાણીમાં કૂદી પડયા હતા અને બાળકીનો હાથ પકડીને બહાર કાઢ્યા બાદ મહિલાને પણ બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સે બાળકી અને મહિલાના મોઢા અને પેટ માંથી પાણી બહાર કાઢીને સારવાર આપી હતી.
ડૂબી રહેલી મહિલા રીટાબેન લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.વ-30 )અને બાળકી તેની ભાણેજ જયશ્રી રાઠોડ (ઉ.વ-10, બંને રહે-સિગણપોર રોડ પાસે) હોવાની ઓળખ તેમણે આપી હતી. બંને જણા કચરો વીણવા નીકળ્યા હતા. ત્યારે બાળકી વિયરના પાણીમાં પડતા તેને બચાવવા માટે તેની પાછળ રીટાબેન કૂદયા હતા પરંતુ તે પણ ડૂબવા લાગ્યા હતા ત્યારે પોલીસ જવાને તેમને બચાવ્યા હતા. બંનેની તબિયત સુધરતા તેઓ જાતે ઘરે જતા રહ્યા હતા.
આ પોલીસ કર્મચારીના આ કામથી સુરત પોલીસનું નામ રોશન થયું હતું અને આવી કામગિરી દરેક પોલીસ કર્મચારી કરે તે હેતુથી પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા આ કર્મચારીને રોકડા 1 હજાર નું પુરસ્કાર સાથે સન્માન પત્ર આપીને તેની કામ ગીરીને બિરદાવામાં આવી હતી અને આગામી દિવસમાં જીવન રક્ષક એવોર્ડ માટે કર્મચારીના નામની ભલામણ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેશે. લોકોએ તેમની જેમ બધાને મદદ કરતા રહે તેવું તેમનું કહેવું છે.
રામસિંગભાઈ રબારીની હિંમતને દિલથી સલામ કે જેમણે એક ક્ષણનો વિચાર કર્યા વિના અને ફાયરબ્રિગેડની રાહ જોયા વિના ડૂબતી મહિલા અને દિકરીનો જીવ બચાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.