સુરતમાં પેઢીનામુ આપવા માટે 30 હજારની લાંચ માંગનાર તલાટી સહિત બે ઝડપાયા

સુરત(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર લાંચના બનાવો બનતા હોય છે. તેવામાં વધુ એક લાંચનો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં વડીલોપાર્જીત જમીનમાં વારસાઇનું પેઢીનામુ કરવા માટે 30 હજારની લાંચ માગી હતી. તે દરમિયાન આ લાંચ સ્વીકારતા રેવન્યુ તલાટી સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. લાંચ માગતા ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ આ માટે છટકું ગોઠવીને લાંચની રકમ લેતી વખતે ઈસમોની રંગેહાથે ધડપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીના પત્નીએ વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ કરવાની હતી. તે માટે તેઓ પેઢીનામુ કરવા માટે મજુરા રેવન્યુ તલાટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવામાં માટે ગયા હતા. આ અંગેનું પેઢીનામું 26 ઓગસ્ટના રોજ રેવન્યુ તલાટી સાગર ચતુરભાઇ ભેસાણીંયા દ્રારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઓરિજનલ પેઢીનામુ આપવાની રકમ પેટે રેવન્યુ તલાટી અને હિરેનકુમાર ગોસાઇભાઇ પટેલે રૂબરૂ મળીને 30,000 રૂપિયાની લાંચની માંગી હતી. તે દરમિયાન ફરિયાદીએ આ રકમ સાગરે આપી ત્યારે તેને આ લાંચની રકમ હિરેનને આપવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતાં ન હતા. તેથી તેને સુરત ગ્રામ્ય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને કારણે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાગર અને હિરેને ફરીયાદી સાથે વાતચીત કરી 30 હજારની લાંચની માંગ કરી હતી. બંને આરોપીઓએ રૂબરૂમાં વાતચીત કરીને બાદમાં ફરીયાદી પાસેથી લાંચની રકમનો સ્વીકાર કયો હતો. જેને કારણે બન્ને આરોપીઓએ એકબીજાની મદદથી મજૂરા રેવન્યુ તલાટીની ઓફિસની બાજુમાં આવેલ શૌચાલયમાંથી તેમની ધડપકડ કરવામાં આવી હતી. હાલ એસીબીએ બંનેની ધડપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.

અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક લાંચનો બનાવ સુરતમાંથી સામે આવ્યો હતો. લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે 5 હજારની માંગણી કરવામાં આવી હતી. જે-તે વખતે દુકાનદારે 4 હજાર કલાર્કને આપ્યા હતા. પછી દુકાનદાર દ્વારા પ્લોટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનો વેરો ઓછો કરવા માટે ક્લાર્કે 5 હજારની માંગણી કરવામાં આવી હતી. વારંવાર લાંચની માંગણી કરતો હોવાથી કંટાળીને કલાર્કએ તેના એક મિત્રને વાત કરી હતી. જેથી મિત્રએ એસીબીમાં ફરિયાદ આપી હતી. અને તેને પકડી પાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *