સરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તન

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik Patel) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખ્યો છે, જેમાં તેઓ પાટીદાર આંદોલન(Patidar aandolan) સહિતના…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik Patel) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખ્યો છે, જેમાં તેઓ પાટીદાર આંદોલન(Patidar aandolan) સહિતના અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખતા જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી(CM) બનવા બદલ ભૂપેન્દ્ર પટેલને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. હાર્દિક પટેલે કહ્યું છે કે મને આશા છે ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકોની વાચાઓ અને વેદના સાંભળીને સારાં કામ કરશો. ગુજરાતની જનતાને ન્યાય અપાવવા કામ કરશો એવી મને આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી હું આશા રાખું છું.

ગામડાંમાં ખેડૂતોની ખેતીની જમીનો નાની થઈ છે અને ગરીબી વધી રહી છે:
પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું ઊભું કરવામાં ખુબ જ મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં શિક્ષણ ક્ષેત્રે તમામ સમાજ માટે દાન આપીને શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે. હવે ગામડાંમાં ખેતીની જમીનો ધીમે ધીમે નાની થઈ ગઈ છે, તેથી ઘણાં કુટુંબોમાં ગરીબીનું પ્રમાણ પણ વધ્યું છે. તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે એ માટે પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું. પાટીદીરોએ તમામ સમાજના ગરીબ વર્ગનો ફાયદો આ આંદોલનથી થયો છે. સરકારે અમારી માગણીઓ સ્વીકારી છે અને અમારા અવાજને સાંભળ્યા છે.

પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચવા સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે:
પાટીદાર સમાજ(Patidar Samaj)ના એક દીકરા તરીકે મારી માંગણી છે કે, અનામત આંદોલનમાં પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી કરવામાં આવે. અનામત આંદોલનમાં રહેલા દરેક નેતા પર કેસ ચાલી રહ્યા છે. જોવા જઈએ તો 400 બનાવો અંગે ગુના દાખલ હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે હજુ પૂરું થયું નથી. સાથે તેમના વધુમાં કહ્યું છે કે, આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદાર યુવાનો ઉપરના ગુનાઓ દાખલ કરેલા છે તેને ઝડપથી પરત ખેંચવામાં આવે.

પાટીદાર આંદોલનથી 60 ટકા સવર્ણ વર્ગને થયો છે મોટો ફાયદો:
1 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતા પાટીદારોએ “પાટીદાર અનામત આંદોલન સમિતિ” દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ સમાજને ખુબ જ ફાયદો થયો છે. સાથે કહ્યું છે કે જો આ આંદોલન ખોટું હોત તો તે ફાયદો સવર્ણ સમાજને ન થયો હોત. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પણ નરેદ્ર મોદીએ પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે અનેક પગલાં લેવા પડ્યાં હતાં. મેડિકલ કોલેજોથી લઈને અનેક રાહતો ગરીબ સવર્ણોને આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં લાખો ગરીબ પરિવારોને 2016 પછી ફાયદો થાય એવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. જો આંદોલન ખોટું હોત તો ગુજરાત સરકારે સવર્ણ આયોગ બનાવવા સહિત 5 હજાર કરોડની રાહતો સવર્ણ અને ગરીબ સમાજને ન આપી હોત. જો આંદોલન સાચું હતું તો પછી હજુ ગુનાઓ પરત કેમ ખેંચવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *