સુરતના 6 નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન

સુરત(Surat): તારીખ ૨૦ નવેમ્બર,૨૦૨૧ના રોજ યોજવામાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની AIIMS એઈમ્સની NORCET(નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)ની સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ(Sangeeta Patil)ના વરદ્દ હસ્તે નવી સિવિલની નર્સિંગ કોલેજ ખાતે તમામ સફળ ઉમેદવારોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે “કોવિડના કપરા કાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું અને લોકોની સેવા માટે હરહંમેશ તત્પર રહીશું.”

ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો હતો. આ છ વિદ્યાર્થીઓ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી ૧૮ એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે.

સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, NORCET પરીક્ષામાં પસંદગી પામેલા સુરતના વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. સરકારી કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ છે એ વાતને આ વિદ્યાર્થીઓ સાબિત કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવ્યાં હતાં. સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્નો હરહંમેશ રહેશે. એમ તેમણે ઉમેર્યું હતું.

ઉત્તીર્ણ થયેલા નર્સિંગ વિદ્યાર્થીઓની યાદીઃ
નવસારીના પ્રિયંકાબેન મૌર્ય, વ્યારાના પ્રજ્ઞાબેન બચુભાઈ ગામીત, વ્યારાના મહિમાબેન ગામીત, સુરતના રાધા વ્યાસ, સુરતના કોમલ પેથાણી, વ્યારાના નીરવ ગામીત એમ કુલ 6 વિધાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *