માત્ર 11 કેસ નોંધતા ગુજરાતના આ ગામમાં જાહેર કરાયું સ્વૈચ્છિક લોકડાઉન, જોવા મળ્યો સન્નાટો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાનો કહેર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આજે કહી ચૂક્યા છે કે, હજી એક અઠવાડિયું કોરોનાના કેસમાં વધારો જોવા મળશે. આવામાં ગાઈડલાઈનનું પાલન કરવું જ એકમાત્ર ઉપાય છે. સરકાર દ્વારા આંશિક લોકડાઉન અને કરફ્યું પણ લગાવવામાં આવ્યુ છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગુજરાતના એક નાનકડા ગામે સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. માત્ર 11 પોઝિટિવ કેસ આવતા જામનગરના મોટી ગોપ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

જામનગરના મોટીગોપ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મોટી ગોપ ગામમાં એકસાથે 11 પોઝિટિવ કેસ આવતા ગામ લોકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી 31 માર્ચ સુધી ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે.

આ નિર્ણય વિશે ગામના આગેવાન ભરતભાઈ સાગરે જણાવ્યું કે, ગામમાં શાકભાજી, અનાજ, કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં લોકો પણ સહયોગ આપી રહ્યાં છે. આ ઉપરાંત હોળી-ધુળેટીની ઉજવણી પણ ગામડામાં બહુ જ સાદગીથી કરાશે.

ગામના આગેવાનોના આ નિર્ણયને ગામવાસીઓએ આવકાર્યો છે. આજે સવારથી જ મોટી ગોપમાં સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે. નાગરિકોના હિતમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, 31 માર્ચ સુધી ગામમાં આવો જ શાંતિપૂર્વક માહોલ જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં 297 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 38 કેસ,જામનગરમાં 35 કેસ અને જૂનાગઢમાં 8 કેસ નોંધાયા છે. મોરબીમાં 12 કેસ, અમરેલીમાં 14 કેસ, સોમનાથમાં 6 કેસ અને દ્વારકામાં 7 કેસ સામે આવ્યા છે. જ્યારે પોરબંદરમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના 1790 નવા કેસ સામે આવ્યા છે. જેના બદલામાં આજે 1277 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 582 કેસ, અમદાવાદમાં 506 કેસ, વડોદરામાં 145 કેસ, રાજકોટમાં 130 કેસ, ભાવનગરમાં 27 કેસ, જામનગરમાં 22 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ નોંધ્યા છે. આમ કુલ 1790 કેસ આજરોજ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત, આજના દિવસે અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર, જામનગર અને રાજકોટ વડોદરામાં એક એક મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *