ગેસ એજન્સીમાંથી ગ્રાહકો માટે નીકળતા ગેસ-સિલિન્ડર ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા ડિલિવરીમેન સહિતના લોકો ગેસ રીફિલિંગ કરતાં હોવાના અગાઉ પણ અનેક કિસ્સો બહાર આવ્યા હતા. આજે પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડર મોકલવાની વાત કરી રહી છે, તો બીજી બાજુ સુરત જિલ્લાના પલસાણા તાલુકામા મોટે ભાગના ગામોમાં રસ્તા પર માઈક લગાવી LPG ગેસ રીફિલિંગનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. જાહેર રસ્તા પર માઈક લગાવી વજનકાંટો મૂકી 80 રૂપિયા કિલો LPG ગેસનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારપછી વહીવટી તંત્ર હજુ સુધી હરકતમાં ન આવતા આવા કેટલાક ગેસ રીફિલિંગ કરતાં લોકોને ખુલ્લો દોર મળી જવા પામ્યો છે.
ભાજપ સરકાર દ્વારા LPG ગેસને લઈ ગરીબ પરિવારોને સબસીડી મળે અને તેઓના પરિવારને સમયસર ગેસના બાટલા મળી રહે તે માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી બાજુ LPG ગેસ રીફિલિંગનો કાળો વેપાર કરતા લોકો વહીવટી તંત્રના નાક નીચે ખુલ્લેઆમ વેપાર કરી ખુબ સારી એવી કમાણી કરી રહ્યાં છે. વાત કરીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાની તો ઔદ્યોગિક એકમ ગણાતા જોળવા, તાતીથૈયા, વરેલી, બલેશ્વર અને પલસાણા ખાતે જાહેરમાં શાકભાજીની જેમજ માઈક લગાવી 80 રૂપિયે કિલો LPG ગેસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
“લઈ લો લઈ લો, 80 રૂપિયે કિલો ગેસ લઈ લો” તેવું જાહેરમાં માઈક લગાવી બોલી ગેરકાયદેસર શાકભાજીની જેમ ગેસ રીફિલિંગનો વેપારો ચાલી રહ્યો છે. જ્યાં કોઈપણ જાતની ફાયર સેફટીની સુવિધા વગર રોડ ઉપર કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ એવો પ્રશ્ન પણ ઉભો થાય છે કે, આવા ગેસના વેચાણ કરતા લોકો પાસે ઘરેલુ ગેસની બોટલો કોણ પુરી પાડે છે?. અને જો કોઈ મોટી દૂર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહશે?
પલસાણા મામલતદાર વી.કે. પીપરિયાને સમગ્ર મામલે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે,ગેસ રીફિલિંગના ગેરકાયદેસર વેપાર બાબતે મને જાણવા મળ્યું છે,જોકે હાલ મામલતદાર રજા પર હોવાથી કોઈ કાર્યવાહી કરી શકાય તેમ નથી. ત્યારપછી બલેશ્વર ગામે રેડ કરી હતી. જ્યાંથી 14 હજાર 300નો કુલ માલ પકડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.