seminar organized by kaka ba hospital in bharuch: કાકા-બા હોસ્પિટલ, બ્રહ્મા કુમારીઝના સહયોગથી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની CSR શાખાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને શહેરોમાં યુવાનોને હાનિકારક વ્યસનો છોડી આધ્યાત્મિકતા અને સકારાત્મકતાનો માર્ગ અપનાવવા પ્રોત્સાહન આપતાં સેમિનારનું આયોજન(seminar organized by kaka ba hospital in bharuc) કર્યું હતું.
અંકલેશ્વરમાં મા શારદા ભવન ઓડિટોરિયમ ખાતે “આધ્યાત્મિકતા દ્વારા સશક્તિકરણ: બીટિંગ એડિક્શન એન્ડ બુસ્ટિંગ પ્રોડક્ટિવિટી” વિષય પર સેમિનાર યોજાયો હતો. બ્રહ્મા કુમારીઝના જાણીતા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર શિવાની દીદી સેમિનારના મુખ્ય વક્તા હતા. તેમણે ગહન સમજ અને માર્ગદર્શન દ્વારા પ્રેક્ષકો ખાસ કરીને યુવાનોને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન આપતાં જીવનમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતા અપનાવવા માટે પ્રેરણા આપી છે.
શિવાની દીદીએ કહ્યું હતું કે, “આધ્યાત્મિકતા પરિપૂર્ણ જીવનની શોધમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે માત્ર વ્યસનોથી મુક્ત થવામાં મદદ જ નહીં પરંતુ એકંદર સુખાકારીમાં ફાળો આપીને હકારાત્મક માનસિકતા કેળવવામાં પણ મદદ કરે છે. હું આ સેમિનારમાં જોડાયેલા સહભાગીઓના ઉત્સાહથી ખુશ છું, અને મને વિશ્વાસ છે કે તે ઘણા લોકો માટે પરિવર્તનશીલ સફરની શરૂઆત હશે. આ ખૂબ જ મહત્વના સેમિનારનું આયોજન કરવા બદલ હું કેડિલા ફાર્માસ્યુટિકલ્સનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે, “વ્યસન યુવાનોની પ્રોડક્ટિવિટીમાં ઘટાડો કરે છે. જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. તેમજ આર્થિક રીતે સધ્ધરતા પણ ગુમાવે છે. આ સેમિનારનો ઉદ્દેશ્ય આયોજિત અન્ય પ્રવૃત્તિઓની જેમ, યુવાનોને આધ્યાત્મિકતા અને સકારાત્મક વિચારસરણી સાથે સશક્ત બનાવી વ્યસન મુક્ત કરવામાં મદદ કરવાનો છે. હું આ પ્રયાસનો ભાગ બનવા માટે બ્રહ્મા કુમારી અને ખાસ કરીને સિસ્ટર શિવાનીનો આભાર માનું છું.”
સેમિનારમાં અંકલેશ્વર અને આસપાસના સ્થળોના 600થી વધુ લોકો, મુખ્યત્વે કિશોરો અને યુવાનો જોડાયા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર, શિક્ષણ અધિકારીઓ, વીએચપીના આગેવાનો, નગરપાલિકા પ્રમુખ, વ્યસન મુક્તિની સારવારમાં નિષ્ણાત તબીબો અને અન્ય અગ્રણી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાકા-બા હોસ્પિટલ વિશે…(seminar organized by kaka ba hospital)
કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ એ એક સખાવતી સંસ્થા છે જે દ્રઢપણે માને છે કે ગૌરવપૂર્ણ જીવન એ મૂળભૂત માનવ અધિકાર છે. 1985થી, અમે ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પ્રદાન કરવા અને ગ્રામીણ વિકાસ કાર્યક્રમોને અમલમાં મૂકવાના મિશન પર છીએ. અમારી સૌથી નોંધપાત્ર પહેલ કાકા-બા હોસ્પિટલ છે, એક બહુ-વિશેષતા ચેરિટી હોસ્પિટલ, જે અત્યંત હાંસિયામાં ધકેલાઈ ગયેલી વસ્તીને મફત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે વર્ષોથી અવિરતપણે કાર્ય કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube