Israel Hamas War Latest News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ પછી ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાયેલે તુરંત જ ભારત પાસેથી 100,000 કામદારોની મોકલવાની માંગણી કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની પરવાનગી માંગી રહ્યું છે. જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. 7 ઓક્ટોબરે હમાસ(Israel Hamas War Latest News) દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરી દેવામાં આવ્યું છે.
90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારો
ઈઝરાયેલની કન્સ્ટ્રક્શન કંપનીઓએ ત્યાંની સરકારને કહ્યું છે કે, તેઓ 90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારોને નોકરી પર રાખવા માંગ કરી રહ્યું છે. આ માટે તેમને છૂટ પણ આપવી જોઈએ. હકીકતમાં 7 ઓક્ટોબરે હમાસના હુમલા પછી ઇઝરાયેલમાં કામ કરતા 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોની પરમિટ રદ કરી દેવામાં આવી છે. જેના કારણે ઈઝરાયેલમાં બાંધકામ સંબંધિત તમામ કામો બંધ થઈ ગયા છે. ભારતીય કામદારોએ ખાડી દેશોમાં રણમાં આધુનિક શહેરો બનાવ્યા છે, જેના કારણે ઇઝરાયેલની કંપનીઓને પણ તેમની મહેનત પર વિશ્વાસ રાખે છે. પરંતુ શું આ સ્થિતિમાં આ મજૂરોને મોકલવા યોગ્ય રહેશે?
ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે શું કહ્યું ?
એક અહેવાલ અનુસાર ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગ્લિને કહ્યું છે ‘અત્યારે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે કામદારોને મંજૂરી આપવા માટે ઇઝરાયેલ સરકારના નિર્ણયની પણ રાહ જોઈ રહ્યા છીએ. અમને ભારતમાંથી 50 હજારથી 1 લાખ કામદારોની જરૂર પડી છે. જો ભારતીય કામદારો ઈઝરાયેલ જશે તો મોટા પાયે રોજગારી પણ મળશે. આ સિવાય તેમના દ્વારા મોકલવામાં આવેલ નાણાં અર્થતંત્રમાં યોગદાન આપી શકશે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અહેવાલ અનુસાર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે હજુ પણ જાણી શકાયું નથી કે ભારત કામદારોને ઇઝરાયેલ જવા દેશે કે કેમ, તે પણ એવા સમયે જ્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોને બહાર કાઢવાનું ઓપરેશન અજય હજુ પણ પૂર્ણ થયું નથી.
શા માટે ઇઝરાયેલને ભારતીય કામદારો જોઈએ છે?
મે મહિનામાં ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેનની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રથમ વખત ઈઝરાયેલનું બાંધકામ ક્ષેત્ર ભારતીયો માટે ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ કરાર પર હસ્તાક્ષર થયા પહેલા એક વર્ષથી વધુ સમયથી તૈયારીઓ પણ ચાલી રહી હતી. માર્ચમાં ઇઝરાયેલના કેટલાક મંત્રાલયોની ટીમોએ ભારતમાં તાલીમ કેન્દ્રોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ અનુસાર ઇઝરાયેલ ભારતીય કામદારોથી ખુશ હતું કારણ કે તેઓ મહેનતુ અને ઘણા અનુભવી હતા તેમજ સારી અંગ્રેજી પણ જાણતા હતા. ઇઝરાયેલ પણ પેલેસ્ટાઇનીઓને કામ પરથી દૂર કરવા માંગે છે કારણ કે તેઓ ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ગાઝા અને પશ્ચિમ કાંઠેથી આવતા તેમની સુરક્ષા ઘણી તપાસ કરવી પડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube