Gold Silver price today in Surat: અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો-જાણો નવો ભાવ

Gold Silver Price Today in Surat: જો વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં 10% જેટલી તેજી છેલ્લા એક વર્ષમાં જોવા મળી અને તેની પાછળનું કારણ…

Gold Silver Price Today in Surat: જો વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં 10% જેટલી તેજી છેલ્લા એક વર્ષમાં જોવા મળી અને તેની પાછળનું કારણ છે સલામત રોકાણની માંગ. વૈશ્વિક નાણાકીય અસ્થિરતાના ભયને લીધેરોકાણકારો સોનુ ખરીદી રહ્યા છે જેને કારણે સોનાના ભાવમાં સતત સુધારા આવી રહ્યા છે. કેટલાક સમયથી સતત વધારા પછી આજે નજીવો ઘટાડો ભાવમાં સામે આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો, સુરત વ્યાપાર બજારમાં 24 કેરેટ શુદ્ધતા ધરાવતો સોનાનો ભાવ 10 ગ્રામ એ 200 રૂપિયા ઘટતા રૂપિયા 62,300ની સપાટીએ પહોંચી ગયું છે. ઝવેરી બજારમાં 22 કેરેટ સોનાના ભાવમાં પણ આજે 300 રૂપિયા ઘટતા 54,200ની સપાટીએ પહોંચી ગયું છે.

10 ગ્રામ સોનાનો ભાવ:
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62300 રૂપિયા ચાલી રહ્યો છે. જયારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ -54200 રૂપિયા ચાલી રહ્યો છે.

ગઈકાલે કેટલો હતો 10 ગ્રામ સોનાનો ભાવ:
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈકાલે 62500 રૂપિયા હતો. જયારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 54500 રૂપિયા હતો.

સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.

આ રીતે  મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:

શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.

એક પરણિત સ્ત્રી પોતાની પાસે  500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે. એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે. એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે. આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *