હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. લોકો આડેધડ વાહન ચલાવતા હોય છે અને બીજા વાહનોને અડફેટે લેતાં હોય છે. આ દરમિયાન હજી એક એવો અકસ્માતનો કેસ સામે અઆવ્યો છે જેમાં એક ગર્ભવતી મહિલાને કાર ચાલકે અડફેટે લીધી હતી.
બાઇક સવાર એક સગર્ભા મહિલાનું કાર સાથે ટક્કર થતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પિતા અને બે પુત્રીઓ પણ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, કામરેજમાં રહેતા 32 વર્ષના સંદીપ પવાર પત્ની વનિતા, પુત્રી દીપાલી તેમજ અમિષા સાથે બાઇક પર પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન કાકરાપાર ખાતે એક બેકાબૂ કાર પાછળના ભાગે અથડાઇ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા ચારને વ્યારામાં પ્રાથમિક સારવાર પછી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં વનિતાનું મૃત્યુ થયું હતું જ્યારે સંદીપ અને બંને પુત્રીની સારવાર ચાલી રહી છે.
સંદીપ શેરડી કાપવા માટે ખેતરમાં કામ કરે છે અને ત્રણ મહિના પહેલા કામરેજમાં રહેવા આવ્યો હતો. ખટોદરા પોલીસ દ્વારા એફઆઈઆર નોંધીને તેને કાકરાપાર પોલીસને મોકલી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle