હરદોઈમાં સર્જાયો ગંભીર અકસ્માત; એકસાથે પિતા-પુત્રના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન

Hardoi Accident: ઉત્તરપ્રદેશના કટરા-બિલહૌર હાઈવે પર એક કાર પુરપાટ ઝડપે જઈ રહી હતી,તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.આ પરિવાર લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્રના(Hardoi Accident) મોત થયા હતા.આ સાથે જ તે જ સમયે, ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પિતા પુત્રનું ઘટનાસ્થળ પર મોત
હરદોઈ જિલ્લાના સવાયજપુર શહેરમાં રવિવારે સવારે લગભગ 4 વાગ્યે એક પરિવાર લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો,તે દરમિયાન કારચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે જોરદાની અથડાઈ હતી.આ અકસ્માત કટરા-બિલહૌર હાઈવે પર વૃંદાવન ઈન્ટરસેક્શન પાસે થયો હતો.

આ અકસ્માતના કારણે અલી મોહમ્મ રઈસ (60) અને તેના પુત્ર સાકિબ (40)નું મૃત્યુ થયું હતું.જેના કારણે રસ્તા પર અરેરાટી વ્યાપી ગઈ હતી.તેમજ આ ઘટનાના પગલે રસ્તા પરથી લોકો દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

ઘયલોને હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા
આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા.ત્યારે આ કિસ્મત બાદ પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કાર્ય હતા. કારમાં સવાર તમામ લોકો પાલી પોલીસ સ્ટેશન વિસ્તારના નિઝામપુર ગામમાં નબી અહેમદની પુત્રીના લગ્નમાં હાજરી આપીને મણિમાઉ સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા.

પરિવાર શોકમાં ગરકાવ
ઘટનાની માહિતી મળતાં સ્થળ પર પહોંચેલા રૂપાપુર ચોકીના ઈન્ચાર્જ ધર્મેન્દ્ર સિંહ ઘાયલોને સીએચસી લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ રઈસ અને સાકિબને મૃત જાહેર કર્યા. દરમિયાન ગંભીર રીતે ઘાયલ મહિલા અને ડ્રાઈવરને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

કોટવાલ શેષનાથ સિંહે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મુખ્યાલય મોકલી દેવામાં આવ્યા છે.તેમજ આ અકસ્માતમાં પિતા પુત્રનું મોત થતા તેના પરિવારમાં કાળ છવાઈ ગયો હતો.જેના કારણે તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.